Toll Tax: વેકેશનમાં બાય રોડ ફરવાનો પ્લાન છે તો બની શકે છે તે મોંઘો, એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર વધી શકે છે ટોલ ટેક્સ, વાંચો કેટલી મોંઘી થશે મુસાફરી

આવનારા સમયમાં તમારે વધુ ખર્ચ કરવા તૈયાર રહેવું પડશે. લક્ઝુરિયસ રસ્તાઓ પર વાહનો ચલાવવાનું હવે મોંઘુ થવા જઈ રહ્યું છે અને તેના માટે નવા રેટ નક્કી કરવામાં આવ્યા છે.

Toll Tax: વેકેશનમાં બાય રોડ ફરવાનો પ્લાન છે તો બની શકે છે તે મોંઘો, એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર વધી શકે છે ટોલ ટેક્સ, વાંચો કેટલી મોંઘી થશે મુસાફરી
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 3:37 PM

સરકાર ફરી એકવાર મોંઘવારીનો માર આપવાની તૈયારી કરી રહી છે અને આ વખતે રસ્તાઓ પર વાહન ચલાવવું મોંઘુ થવા જઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ વધારવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત 1 એપ્રિલથી NHAI ટોલ રેટમાં 5થી 10 ટકાનો વધારો કરી શકે છે. એટલે કે, નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે રોડ પર તમારું ડ્રાઈવિંગ કરવુ મોંઘું થઈ જશે.

ટોલ ટેક્સ કેટલો વધી શકે છે

ઉલ્લેખનીય છે કે હાલમાં એક્સપ્રેસ વે પર પ્રતિ કિલોમીટર 2.19 રૂપિયાના દરે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. હવે તેમાં 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

આ પણ વાચો: Delhi Mumbai Expressway : અડધા સમયમાં દિલ્લીથી મુંબઈ પહોંચાડશે આ માર્ગ પણ ખિસ્સું હળવું રાખવું પડશે, જાણો ટોલ ટેક્સ પાછળનો ખર્ચ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

25 માર્ચ સુધીમાં તમામ PIUs તરફથી સુધારેલા ટોલ દરોની દરખાસ્ત મોકલવામાં આવશે. માર્ગ અને પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ 1 એપ્રિલથી તેનો અમલ કરવામાં આવે તેવી શક્યતા છે. કાર અને હળવા વાહનોના ટોલ દરમાં 5 ટકાનો વધારો થશે, ભારે વાહનોનો ટોલ ટેક્સ 10 ટકા વધી શકે છે.

નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલના દરો વધશે

ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, મેરઠ-દિલ્હી એક્સપ્રેસવેથી યમુના એક્સપ્રેસવે પર ટોલના દરો વધવાના છે અને 1 એપ્રિલથી આ વૈભવી હાઈવે પર મુસાફરી કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે.

એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવર સતત વધી રહી છે.

મહત્વનું છે કે, એક્સપ્રેસ-વે પર અત્યારે લગભગ 20 હજાર વાહનો રોજની અવર-જવર કરે છે. એક્સપ્રેસ વે પર વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. એક અંદાજ મુજબ, આગામી સમયમાં એક્સપ્રેસ વે પરથી રોજના 50થી 60 હજાર વાહનો પસાર થવા લાગશે.

લોકોને ચારે બાજુ મોંઘવારીનો સામનો કરવો પડે છે

લોકો ચોતરફ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે અને તાજેતરમાં 1 માર્ચના રોજ કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે.

ઉનાળા પૂર્વે બજારમાં શાકભાજીના ભાવ લાલચોળ

સામાન્ય રીતે ઉનાળામાં મધ્યમ વર્ગના લોકો હોય કે ઘનવાન લોકો બધાના ધરે લીંબુનો ઉપયોગ ભારે માત્રામા થાય છે. તેવામા લીંબુના ભાવ વધારો થયો છે. થોડા દિવસ પહેલા 40 રુ કિ.લો મળતા લીંબુ 120 રુ. કિ.લો પહોંચ્યા છે. જેમા સીધો 60 રુપિયોનો વધારો થયો છે.

g clip-path="url(#clip0_868_265)">