મોંઘવારીનો માર : ઉનાળા પૂર્વે બજારમાં શાકભાજીના ભાવ લાલચોળ ! 40ના કિલો લીંબુ સીધા 120 પાર
સામાન્ય રીતે ઉનાળામાં મધ્યમ વર્ગના લોકો હોય કે ઘનવાન લોકો બધાના ધરે લીંબુનો ઉપયોગ ભારે માત્રામા થાય છે. તેવામા લીંબુના ભાવ વધારો થયો છે. થોડા દિવસ પહેલા 40 રુ કિ.લો મળતા લીંબુ 120 રુ. કિ.લો પહોંચ્યા છે. જેમા સીધો 60 રુપિયોનો વધારો થયો છે.
ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે બજારમાં બધા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ મગફળીની અછતના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે ગરમીની શરૂઆતમાં લીંબુના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. વિવિધ વસ્તુઓના ભાવમા વધારો થવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય છે.
આ પણ વાંચો : તહેવારો આવતા જ સિંગતેલના ભાવ ભડકે બળ્યા, 4 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.170નો વધારો
સામાન્ય રીતે ઉનાળામાં મધ્યમ વર્ગના લોકો હોય કે ઘનવાન લોકો બધાના ધરે લીંબુનો ઉપયોગ ભારે માત્રામા થાય છે. તેવામા લીંબુના ભાવ વધારો થયો છે. થોડા દિવસ પહેલા 40 રુ કિ.લો મળતા લીંબુ 120 રુ. કિ.લો પહોંચ્યા છે. જેમા સીધો 60 રુપિયોનો વધારો થયો છે.
બજારમા લીંબુની આવક સામે માગમાં વધારો
સામાન્ય રીતે રાજ્યમા ઉનાળાની શરૂઆતથી જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોય છે. પરંતુ આ વર્ષે લોકોને ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ લીંબુનો સ્વાદ ખાટો નહીં પણ કડવો લાગી રહ્યો છે. કારણ કે બજારમાં લીંબુની આવક ઓછી થઇ છે જેની સામે લીંબુની માંગમાં વધારો થયો છે. જેને કારણે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે.
ગત વર્ષે લીંબુએ રેકોર્ડ તોડ્યા હતા
દેશભરમા ઉનાળામાં ગરમીથી બચવા માટે લીંબુનો વધારે પડતો ઉપયોગ થાય છે. લૂથી બચવા માટે લોકો લીંબુ શરબત, સોડા વગેરે વધારે પીવાનો આગ્રહ રાખે છે. ઉનાળાની શરૂઆતમાં રોજિંદા ઉપયોગમાં આવતા લીંબુના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે લીંબુના ભાવમાં તેજીના કારણે નવા નવા રેકોર્ડ સર્જયો હતો. ત્યારે આ વર્ષે પણ ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ રૂપિયા 100ને વટાવી 120 થયા છે.
સિંગતેલના ભાવમા વધારો
સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી રૂ.40નો વધારો થયો હતો. જે 4 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.170નો વધારો થયો હતો. સિંગતેલમાં સ્થાનિક માગ ઘટવા છતાં ભાવમાં વધારો થયો હતો. અમદાવાદમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3,080 પહોંચ્યો છે. ત્યારે હવે સિંગતેલના ગ્રાહકો સૂર્યમુખી, કપાસિયા, મકાઈ તેલ તરફ વળ્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે.