AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Mumbai Expressway : અડધા સમયમાં દિલ્લીથી મુંબઈ પહોંચાડશે આ માર્ગ પણ ખિસ્સું હળવું રાખવું પડશે, જાણો ટોલ ટેક્સ પાછળનો ખર્ચ

Delhi Mumbai Expressway : કેન્દ્રીય મંત્રાલયની સત્તાવાર રિલીઝ મુજબ એક્સપ્રેસ વે ₹98,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. 1,380 કિલોમીટર લાંબો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. આ એક્સપ્રેસ વે પર ટોપ સ્પીડ લિમિટ કાયદાકીય રીતે 120 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.

Delhi Mumbai Expressway : અડધા સમયમાં દિલ્લીથી મુંબઈ પહોંચાડશે આ માર્ગ પણ ખિસ્સું હળવું રાખવું પડશે, જાણો ટોલ ટેક્સ પાછળનો ખર્ચ
Delhi Mumbai Expressway
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 8:58 AM
Share

Delhi Mumbai Expressway : 12 ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1,386 કિલોમીટરના દિલ્હી-મુંબઈ મેગા એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો દિલ્હી અને જયપુર વચ્ચેનો છે. આ મેગા એક્સપ્રેસ વે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે ત્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચે માત્ર 12 કલાકનું અંતર રહેશે. એવી અપેક્ષા છે કે સમગ્ર પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. એકતરફ યોજનાથી ઇંધણ અને સમયના વ્યયને ઘટાડવાના દાવા થઇ રહ્યા છે ત્યારે ઉદઘાટનની સાથે જ લોકો હવે જાણવા ઉત્સુક છે કે આ રૂટ પર પસાર થવા  કેટલો ટોલ ટેક્સનો ખર્ચ કરવો પડશે?

દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે.  આ માર્ગ દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 1,424 કિમીથી ઘટાડીને 1,242 કિમી થઈ કરશે. મુસાફરીનો સમય અડધો થઈ જશે. અત્યાર સુધી બંને શહેરો વચ્ચે કાર દ્વારા મુસાફરી કરવામાં 24 કલાકનો સમય લાગતો હતો જે આ એક્સપ્રેસ વે ખુલ્યા બાદ ઘટીને માત્ર 12 કલાક થઈ જશે. આ એક્સપ્રેસ વે 6 રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડે છે. મુખ્ય શહેરોમાં કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા, ભરૂચ અને સુરત જેવા નામો સામેલ છે.

કેટલો ટોલ ટેક્સ ભરવો પડશે?

હવે જો આટલો જબરદસ્ત રોડ મળે તો દેખીતી રીતે ટોલ ટેક્સ ભરવો પડશે. ખલીલપુર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રારંભિક બિંદુથી લગભગ 20 કિલોમીટર દૂર છે. અહીં સુધી મુસાફરી કરવા માટે હળવા વાહન દ્વારા મુસાફરી કરતી વખતે 90 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. એક રિપોર્ટ અનુસાર હળવા કોમર્શિયલ વાહનો માટે આ દર 145 રૂપિયા હશે.

જો કોઈ વ્યક્તિ બરકાપરા જાય છે તો તેણે હળવા વાહનમાં મુસાફરી કરતી વખતે 500 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે જ્યારે હળવા કોમર્શિયલ વાહનો માટે ટોલ ટેક્સ 805 રૂપિયા રહેશે. ખલીલપુર અને બરકાપરા ઉપરાંત સમસાબાદ, શીતલ, પિનાન અને ડુંગરપુરમાં પણ ટોલ ગેટ મળશે. જો 7 એક્સલ વાહન એન્ટ્રી પોઈન્ટથી બરકાપારા તરફ જાય છે તો તેને 3,215 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. સોહના બાજુથી પ્રવેશતા વાહનોએ વેસ્ટર્ન પેરિફેરલ સ્થિત ખલીલપુર લૂપ પર ઉતરતાની સાથે જ આ ટોલ ચૂકવવો પડશે. આ સિલસિલો મુંબઈ સુધી આગળ વધતો રહેશે.

120 કિમી પ્રતિ કલાકની ઝડપનો લક્ષયાંક

આ એક્સપ્રેસ વે પર ટોપ સ્પીડ લિમિટ કાયદાકીય રીતે 120 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેમાં 40 ઇન્ટરચેન્જ છે જે જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોને વધુ સારી રીતે જોડશે. આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજિત 98,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

Follow Us
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
g clip-path="url(#clip0_868_265)">