National Herald Case: રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, અશોક ગેહલોત, સુરજેવાલા અને અધીર રંજન ચૌધરીને પોલીસે કસ્ટડીમાં લીધા

|

Jun 13, 2022 | 1:42 PM

રાહુલ ગાંધી (Rahul Gandhi) સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. તેમની હાજરી સામે કોંગ્રેસના સમર્થકોએ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. જે બાદ પોલીસે અનેક કોંગ્રેસ સમર્થકોને કસ્ટડીમાં લીધા છે.

National Herald Case: રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, અશોક ગેહલોત, સુરજેવાલા અને અધીર રંજન ચૌધરીને પોલીસે કસ્ટડીમાં લીધા
Congress Leaders Protest

Follow us on

નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં (National Herald Case) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. તેમની હાજરી સામે કોંગ્રેસના સમર્થકોએ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. જે બાદ પોલીસે અનેક કોંગ્રેસ સમર્થકોને કસ્ટડીમાં લીધા છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને કેસી વેણુગોપાલને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. તેને તુગલક રોડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. જ્યારે પાર્ટીના દીપેન્દ્ર એસ હુડ્ડા અને મુખ્યમંત્રી અશોક ગેહલોતને કસ્ટડીમાં લઈને ફતેહપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતાઓ રજની પાટિલ, અખિલેશ પ્રસાદ સિંહ, એલ. હનુમંતૈયા અને તિરુનાવુક્કરસરને રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવા બદલ તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે, કાયર મોદી સરકારે અમારી ધરપકડ કરવી જોઈએ અને અમને આજીવન કેદની સજા કરવી જોઈએ, પરંતુ અંગ્રેજો પણ હારી ગયા અને મોદી પણ હારી જશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગોડસેના વંશજો ફરી એકવાર ગાંધીને ડરાવવા નીકળ્યા છે, ન તો મહાત્મા ગાંધી ડર્યા હતા અને ન તો તેમના અનુગામીઓ ડરીશું. જો આ દેશમાં અખબારોના પત્રકારોનો પગાર ચૂકવવો, હાઉસ ટેક્સ ભરવો, વીજળીનું બિલ ભરવું એ ગુનો છે, તો અમે વારંવાર આવા ગુનાઓ કરીશું.

કોંગ્રેસને ઝુકાવવાનો આ પ્રયાસ – મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, અમારું કામ વિરોધ કરવાનું છે. જો તેઓ 144 જાહેર કરીને અમને રોકવા માંગતા હોય તો રોકો, આ રાજકીય નથી. આ લોકો દરેકને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસને ઝુકાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ ઝુકવાની નથી, કોંગ્રેસ લડતી રહેશે. કોંગ્રેસના વિરોધને લઈને દિલ્હીના સ્પેશિયલ સીપી સાગર હુડ્ડાએ કહ્યું, કોંગ્રેસના નેતાઓએ બેઠક બાદ અમને પત્ર લખ્યો હતો. જેમાં કોંગ્રેસના 200 નેતાઓ સહિત વરિષ્ઠ નેતાઓને હેડક્વાર્ટર જવા દેવાની વાત કરવામાં આવી હતી.

Next Article