સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસ ભ્રષ્ટાચારનુ સમર્થન કરે છે, રાહુલ ગાંધી જામીન પર બહાર છે

Rahul Gandhi ED: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએએ કહ્યું, રાહુલ ગાંધીના આહ્વાન પર આજે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જે કાંઈ કરી રહ્યા છે, તે બાબતે હું દેશને કહેવા માંગુ છું કે આ લોકશાહી બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ ગાંધી પરિવારની 2000 કરોડની સંપત્તિ બચાવવાનો પ્રયાસ છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસ ભ્રષ્ટાચારનુ સમર્થન કરે છે, રાહુલ ગાંધી જામીન પર બહાર છે
Union Minister Smriti IraniImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 1:10 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi ED Questioning) આજે નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા છે. જેની સામે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરી દેશભરમાં પ્રદર્શન કર્યા છે. કોંગ્રેસના આ આરોપો વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના (Congress) આરોપનો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ કહ્યું છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારને સમર્થન આપી રહી છે. રાહુલ ગાંધી જામીન પર બહાર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આજે ભ્રષ્ટાચારના સમર્થનમાં બહાર આવી છે. જેલમાંથી જામીન પર આવેલા લોકોએ તપાસ એજન્સી પર દબાણ લાવવા માટે દિલ્લીનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ શાસિત પ્રદેશના મંત્રીઓને દિલ્લી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. એજન્સી પર આ રીતે દબાણ લાવવાની કાર્યવાહીને તમે શું કહેશો ?

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, માત્ર 75 ટકા હિસ્સો તેમનો હતો, બાકીનો હિસ્સો તેમની માતા, મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીઝ જેવા નેતાઓ પાસે હતો. 2008માં આ કંપનીએ પોતાના પર 90 કરોડનું દેવું લીધું હતું અને નક્કી કર્યું હતું કે હવે આ કંપની પ્રોપર્ટી બિઝનેસમાં ઉતરશે. 2010માં યંગ ઈન્ડિયા નામની કંપની 5 લાખ રૂપિયાથી બની અને રાહુલ ગાંધી તેમાં ડાયરેક્ટર તરીકે જોડાયા. 1930 માં એસોસિએટેડ જર્નલ લિમિટેડ નામની કંપનીની રચના કરવામાં આવી. જેના પર હવે ગાંધી પરિવારનો કબજો છે. તેમણે કહ્યું કે, આ અખબારના પ્રકાશન માટે શેરહોલ્ડિંગ માત્ર એક જ પરિવારને આપવામાં આવ્યું હતું અને તે એક જ પરિવારને આપવામાં આવ્યું હતું જેથી તેઓ પ્રકાશિત કરતા નથી પરંતુ રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે.

કુટુંબ સેવા માટે મર્યાદિત કંપની – ઈરાની

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કંપની બનાવવામાં આવે છે સમાજની સેવા કરવા માટે, પરંતુ સમાજની સેવા માટે નહીં, કંપની માત્ર ગાંધી પરિવારની સેવા પુરતી જ સીમિત બની જાય છે. આજે, હું તપાસ એજન્સીઓ પર દબાણ ઊભુ કરનારાઓનુ દિલ્લી હાઈકોર્ટના 2019ના ચુકાદા ઉપર ધ્યાન દોરવા માંગુ છુ કે,એ ચુકાદામાં એક વાક્ય છે, ‘AGL પર રાહુલ અને સોનિયા ગાંધીની માલિકી ગેરકાયદેસર રીતે લેવાનો પ્રયાસ છે. ‘ પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, સત્ય રાહુલ ગાંધીનું છે. આગ્રહ પણ રાહુલ ગાંધીનો છે. અને રાહુલ ગાંધીનું સત્ય શું છે, તે દિલ્લી હાઈકોર્ટના આ ચુકાદા પર મેં આજે જે કહ્યું તેનાથી સ્થાપિત થાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએએ કહ્યું, રાહુલ ગાંધીના આહ્વાન પર આજે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જે કાંઈ કરી રહ્યા છે, તે બાબતે હું દેશને કહેવા માંગુ છું કે આ લોકશાહી બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ ગાંધી પરિવારની 2000 કરોડની સંપત્તિ બચાવવાનો પ્રયાસ છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">