નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)-ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધનને બહુમતી મળ્યા બાદ મુખ્ય પ્રધાન નેફિયુ રિયો પાંચમી વખત મુખ્ય પ્રધાન બનવાનું લગભગ નિશ્ચિત છે. સત્તારૂઢ NDPP-BJP ગઠબંધને ગુરુવારે 60 સભ્યોની નાગાલેન્ડ વિધાનસભામાં 37 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી. આ જીત સાથે, રિયોએ વરિષ્ઠ નેતા એસસી જમીરનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમણે ત્રણ વખત પૂર્વોત્તર રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, NDPP ચીફ રિયોએ કોંગ્રેસના ઉમેદવાર સેવિલી સાચુને હરાવીને નોર્થ અંગામી-2 સીટ જીતી હતી.
આ પણ વાંચો: Tripura Election Results: ત્રિપુરામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, 32 સીટ પર મેળવી જીતી
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટીને 12 સીટ પર જીત મળી છે ત્યારે જનતા દળને 1 તેમજ લોક જનશક્તિ પાર્ટી(રામ વિલાસ)ને 2 તેમજ નાગા પીપલ્સ ફ્રન્ટને 2, નેશનલ પીપલ્સ પાર્ટી 5 તથા નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને 25 સીટ પર જીત મળી છે. રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાને 2 સીટ પર જીત મળી છે જ્યારે અન્યને 4 સીટ પર જીત મળી છે.
View this post on Instagram
આ વખતે નાગાલેન્ડમાં 59 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. અહીં ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કાઝેટો કિન્મી ઝુનહેબોટોની અકુલુટો બેઠક પરથી બિનહરીફ ચૂંટણી જીત્યા છે. આવી સ્થિતિમાં આ બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી. ભારતીય જનતા પાર્ટી અને નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) એ ગઠબંધન કર્યું છે. આ અંતર્ગત NDPPએ 40 સીટો પર અને બીજેપીએ 20 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સિવાય કોંગ્રેસ અને NPF અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસે 23 અને NPFએ 22 બેઠકો માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 19 અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી લડી હતી.
2018 માં, વિધાનસભાના તમામ 60 સભ્યો સરકારનો હિસ્સો બન્યા. મતલબ કે કોઈ વિરોધમાં નહોતું. એનડીપીપીના નેફિયુ રિયોને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ વખતે પણ ભાજપ અને NDPP ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે સીધી સરકાર બનાવવા જઈ રહ્યું છે. કોંગ્રેસ અને NPFને મોટો ફટકો પડ્યો છે. બંને પક્ષો ચૂંટણીમાં કંઈ ખાસ હાંસલ કરી શક્યા નથી.
હવે મુખ્યમંત્રીની વાત કરીએ તો અહીં NDPPના ચીફ નેફિયુ રિયો ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. રિયોને ભાજપનું સમર્થન પણ છે. આ ચૂંટણીમાં જેડીયુના ચાર ઉમેદવારો, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના 2 ઉમેદવારનો પણ વિજય થયો છે. આવી સ્થિતિમાં લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ધારાસભ્ય પણ સરકારમાં સામેલ થઈ શકે છે.