Nagaland Election Results 2023: પીએમ મોદીને ગુરુ માનનારા અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતા તેમજેન ઈમ્નાએ મોટી જીત મેળવી
નાગાલેન્ડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, 27 ફેબ્રુઆરીએ જાહેર સભાને સંબોધિત કરવા આવેલા પીએમ મોદીએ તેમજેન ઈમ્નાના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, નાગાલેન્ડના બીજેપી અધ્યક્ષ તેમજેન ઈમ્નાને આખો દેશ જાણે છે. સોશિયલ મીડિયા પર તે જે બોલે છે તેને લોકો પસંદ કરે છે.
પીએમ મોદીને ગુરુ કહેતા અને તેમની રમૂજથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતા તેમજેન ઈમ્નાએ ગુરુવારે મોટી જીત નોંધાવી. નાગાલેન્ડ બીજેપી અધ્યક્ષ તેમજેન ઈમ્નાની વાત કરીએ તો તેમજેને નાગાલેન્ડની અલોંગટાકી સીટ પરથી ચૂંટણી લડી હતી. અહીં તેમણે જનતા દળ યુનાઈટેડના જે લાનુ લોંગચરને મોટા અંતરથી હરાવ્યા છે. તેમને ચૂંટણીમાં લગભગ 59% વોટ મળ્યા, જ્યારે તેમના હરીફને માત્ર 41% વોટ મળ્યા.
નાગાલેન્ડમાં મંત્રી તેમજેન ઈમ્ના પોતાની નાની આંખોને લઈને સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા, તેમણે પોતે સોશિયલ મીડિયા પર પોતાની નાની આંખો વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નાની આંખોનો સૌથી મોટો ફાયદો એ છે કે આંખોમાં ગંદકી નથી આવતી અને સ્ટેજ પર લાંબા સમય સુધી કાર્યક્રમ ચાલે છે તો તેઓ સૂઈ જાય છે અને કોઈને ખબર પણ પડતી નથી. તેનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. ઘણીવાર તે આવી ફની પોસ્ટ કરીને હેડલાઇન્સમાં આવતા રહે છે.
પીએમ મોદીએ વખાણ કર્યા હતા
નાગાલેન્ડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, 27 ફેબ્રુઆરીએ જાહેર સભાને સંબોધિત કરવા આવેલા પીએમ મોદીએ તેમજેન ઈમ્નાના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, નાગાલેન્ડના બીજેપી અધ્યક્ષ તેમજેન ઈમ્નાને આખો દેશ જાણે છે. સોશિયલ મીડિયા પર તે જે બોલે છે તેને લોકો પસંદ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર પૂર્વોત્તરનું પ્રતિનિધિત્વ ખૂબ જ શાનદાર રીતે કરી રહ્યા છે. પીએમ મોદીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, હું પણ તેમને સોશિયલ મીડિયા પર સતત જોઉં છું.
गुरुजी ने बोल दिया । बस, हम तो धन्य हो गए ! 😌🙏
Guruji ne bol diya! Bas Hum to Dhanya ho gaye!😌🙏🏼
@narendramodi pic.twitter.com/sJauW6Xw7V
— Temjen Imna Along (@AlongImna) February 24, 2023
મોદીને ગુરુ કહ્યા હતા
પીએમ મોદીના વખાણ કર્યા બાદ તેમજેન ઈમ્નાએ વીડિયો ક્લિપ ટ્વીટ કરી અને પીએમ મોદીને પોતાના ગુરુ ગણાવ્યા. તેમણે લખ્યું કે, ‘ગુરુજી ને બોલ દિયા, બસ, હમ ધન્ય હો ગયે.’ આ પહેલા પણ તેમજેન ઈમ્ના ઘણી વખત હેડલાઈન્સમાં રહી ચુક્યા છે.
આજે 2 માર્ચના રોજ ભારતના પૂર્વોતરના 3 રાજ્યો માટે મહત્વનો દિવસ છે. પૂર્વોતરના 3 રાજ્યો નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીના રોજ મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતું, જ્યારે 16 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરામાં વિધાનસભા માટે મતદાન થયું હતું.