નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં કોની બનશે સરકાર ? આજે આવશે મતદાનનું પરિણામ
North Eastern Assembly Election 2023 Result : . પૂર્વોતરના 3 રાજ્યો નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. આજે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શરુ થઈ જશે. ધીરે ધીરે શરુઆતી રુઝાન આવવાની શરુઆત થશે અને કેટલાક કલાક બાદ પરિણામ સ્પષ્ટ થઈ જશે.
Tripura, Nagaland, Meghalaya Results: આજે 2 માર્ચના રોજ ભારતના પૂર્વોતરના 3 રાજ્યો માટે મહત્વનો દિવસ છે. પૂર્વોતરના 3 રાજ્યો નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. આજે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શરુ થઈ જશે. ધીરે ધીરે શરુઆતી રુઝાન આવવાની શરુઆત થશે અને કેટલાક કલાક બાદ પરિણામ સ્પષ્ટ થઈ જશે. જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીના રોજ મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતું. જ્યારે 16 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરામાં વિધાનસભા માટે મતદાન થયું હતું.
27 ફેબ્રુઆરીના રોજ મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયા બાદ અલગ અલગ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ કરવામાં આવ્યો હતો. મોટાભાગના એક્ઝિટ પોલ પરિણામમાં ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. જ્યારે મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા બને તેવું અનુમાન છે.
ત્રિપુરા વિધાનસભા
16 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. તે સમયે 90 ટકા મતદાન થયું હતું. આજે ત્રિપુરા રાજ્યમાં 21 સ્થળોએ 60 મતગણતરી કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવશે. અહીં શાસક પક્ષ ભાજપનું ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) સાથે ગઠબંધન છે. ડાબેરીઓ અને કોંગ્રેસ આ રાજ્યમાં તેમની હરિફ પાર્ટી છે. આ સાથે ટીપરા મોથા પણ રેસમાં નવો પક્ષ છે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં જાણવા મળ્યું છે કે ભાજપ ગઠબંધનને બહુમતી મળી શકે છે. જો આમ થશે તો તેઓ ફરીથી સત્તામાં આવશે.ભાજપે આ વખતે 55 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે ડાબેરીઓએ 47 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કોંગ્રેસે 13 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
નાગાલેન્ડ વિધાનસભા
નાગાલેન્ડમાં 60 વિધાનસભા બેઠકો સાથે ભાજપ અને NDPP ગઠબંધન સરકારમાં છે. આ વખતે ભાજપ 20 બેઠકો પર ચૂંટણી લડી હતી જ્યારે NDPP 40 બેઠકો પર ચૂંટણી લડી હતી. એક્ઝિટ પોલ્સ આ ગઠબંધનની સત્તામાં વાપસી દર્શાવી રહ્યા છે. અહીં તેમની સ્પર્ધા નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) છે અને કોંગ્રેસ પણ રેસમાં છે.
મેઘાલય વિધાનસભા
મેઘાલયમાં પણ 60 વિધાનસભા બેઠકો છે, પરંતુ સોહ્યોંગ મતવિસ્તારમાં ઉમેદવારના મૃત્યુને પગલે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. મેઘાલયમાં 85.17% મતદાન થયું હતું. આજે 13 મતદાન મથકો પર મતગણતરી કરવામાં આવશે.એક્ઝિટ પોલ અનુસાર નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અહીં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. ભાજપ અને NPP સત્તામાં રહ્યા પરંતુ ચૂંટણી પહેલા ગઠબંધન તોડી નાખ્યું. ભાજપને 6 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. સાથે જ ટીએમસીને 11 સીટો મળી શકે છે.
આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે….