અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી સિકંદર ખાનના ઘરે ચાલ્યું બુલડોઝર, જુઓ Video
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં લવ જેહાદ અને બળાત્કારના આરોપી સોનુ ઉર્ફે સિકંદરના ઘરે વહીવટીતંત્રે ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી હતી. યુવતીના મોત બાદ રોષે ભરાયેલા લોકો સતત આરોપીઓ વિરૂદ્ધ બુલડોઝર ફેરવવાની માંગ કરી રહ્યા હતા.

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં ગુનેગારો પર યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી ચાલુ છે. યુપીના ફતેહપુરમાં લવ જેહાદના એક આરોપી સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આરોપી સોનુ ઉર્ફે સિકંદર પર યુવતીનું અપહરણ અને પછી બળાત્કાર કરવાનો આરોપ લાગ્યા બાદ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રશાસનની ટીમે આરોપી સોનુ ઉર્ફે સિકંદરના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું.
આ પણ વાંચો: Property Case: મુસ્લીમ માતાની સંપતિ પર હિન્દુ દીકરીઓને મળી શકે છે હક? કોર્ટ આપ્યો મહત્વનો ચૂકાદો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી સોનુ ઉર્ફે સિકંદરે એક લગ્ન સમારંભમાંથી યુવતીનું અપહરણ કર્યું હતું. આ પછી યુવતી પર બળાત્કાર કર્યો. બળાત્કારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સિકંદરે યુવતીને ઈંટો અને પથ્થરોથી કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી મૃત હોવાનું માની આરોપી સિકંદર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. યુવતીને ગંભીર હાલતમાં ફતેહપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગંભીર હાલતને કારણે યુવતીને કાનપુરની હેલેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આરોપીઓની ધરપકડ બાદ પણ લોકોનો ગુસ્સો ઓછો થયો નથી
યુવતીના મોત બાદ મામલો ગરમાયો હતો. યુવતીના મોત બાદ પરિવારજનો અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટના બાદ ફતેહપુર પોલીસે આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની ધરપકડ બાદ પણ લોકોનો ગુસ્સો અટક્યો ન હતો, રોષે ભરાયેલા લોકોએ આરોપી સોનુ ઉર્ફે સિકંદર સામે બુલડોઝરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પછી મંગળવારે પોલીસ અને પ્રશાસનની ટીમ પહોંચી અને આરોપીના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું.
#WATCH उत्तर प्रदेश: फ़तेहपुर में लव जिहाद और बलात्कार के आरोपी सोनू उर्फ सिकंदर के आवास पर प्रशासन ने ध्वस्तीकरण अभियान चलाया। (04.07) pic.twitter.com/HlgLH1QgWB
— ANI_HindiNews (@AHindinews) July 5, 2023
Credit- Twitter@AHindinews
યુવતીના મોત બાદ બુલડોઝરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી સોનુ ઉર્ફે સિકંદરની ધરપકડ બાદ પણ લોકોનો ગુસ્સો અટક્યો નથી. આ મામલામાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુવાદી સંગઠનો સતત આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. ફતેહપુરમાં આરોપીઓ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનને કારણે બુલડોઝરની કાર્યવાહીની સતત માંગ કરવામાં આવી રહી હતી. લોકોના વધતા ગુસ્સાને જોતા પ્રશાસન તપાસ બાદ મંગળવારે ભારે પોલીસ ટીમ સાથે જ્વાલાગંજ પહોંચી અને આરોપી સોનુના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું.