AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ગોમતીપુર લવ જેહાદ કેસમાં યુવકની ધરપકડ, બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરાશે

જો કે યુવતી  કોઈ બહાના હેઠળ અમદાવાદ પરત પહોંચી અને સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જોકે ફરિયાદને આધારે પોલીસે મહિલાના પતિની ઈકબાલ અંસારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના દિયર  તેમજ સાસુ સસરા પોલીસ પકડથી દૂર છે.

Ahmedabad : ગોમતીપુર લવ જેહાદ કેસમાં યુવકની ધરપકડ, બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરાશે
Gomtipur Love Jihad Case
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 29, 2023 | 10:32 PM
Share

Ahmedabad :અમદાવાદમાં  લવ જેહાદનો(Love Jihad)  એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક હિંદુ યુવતી અને મુસ્લિમ યુવક વચ્ચે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કર્યા હતા. જોકે બાદમાં મુસ્લિમ પતિએ મુંબઈ પહોંચી યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. પતિએ લગ્ન કરવાની સાથે ધર્મ પરિવર્તનનું પણ એફિડેવિટ કરાવી લીધું હતું.

જે એફિડેવિટ મરાઠી ભાષામાં હોવાથી યુવતી સમગ્ર મામલે અજાણ હતી. બાદમાં બંને ઉતરપ્રદેશમાં યુવકના ઘરે રહેવા લાગ્યા અને ત્યાં પણ પતિ દ્વારા પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી.

મહિલાના પતિની ઈકબાલ અંસારીની ધરપકડ

જો કે યુવતી  કોઈ બહાના હેઠળ અમદાવાદ પરત પહોંચી અને સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જોકે ફરિયાદને આધારે પોલીસે મહિલાના પતિની ઈકબાલ અંસારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના દિયર  તેમજ સાસુ સસરા પોલીસ પકડથી દૂર છે.

આરોપી પતિ ઈકબાલ અંસારીની ધરપકડ બાદ પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તેની તપાસ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બેન્ક એકાઉન્ટની સાથો સાથ તેણે મુંબઈમાં જે જગ્યાએ ધર્મ પરિવર્તન અને લગ્ન માટેના એફિડેવીટ કરાવ્યા તે તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે, સાથે જ તે કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલો છે કે તેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ધર્મ પરિવર્તન અંગેનો એફિડેવીટ કરાવી યુવતીની જાણ બહાર તેને મુસ્લિમ ધર્મ અંગીકાર

મહત્વનું છે કે યુવતીએ ફરિયાદ નોંધાવી છે તે મુજબ શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જઈ તેનાં પર દુષ્કર્મ ગુજારી તેનો બિભત્સ વિડીયો બનાવવામાં આવ્યો હતો. યુવતીને મુંબઈ લઈ જઈને મરાઠીમાં લગ્ન અને ધર્મ પરિવર્તન અંગેનો એફિડેવીટ કરાવી યુવતીની જાણ બહાર તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે તેવું એફિડેવીટ કરાવ્યું હતું.

જે બાદ યુવતી સાથે લગ્ન કરી લીધા છે તેવુ જણાવી શરીર સંબંધ બાંધી તેને ગર્ભવતી કરીને ઉત્તરપ્રદેશમાં પોતાના વતનમાં લઈ ગયો હતો.જ્યાં યુવતીને પોતાના જ ઘરમાં તરછોડી યુવક અમદાવાદ અને મુંબઈ રોકાતો હતો. ઘરમાં યુવકના માતા, પિતા દ્વારા યુવતી સાથે કામવાળી જેવો વ્યવહાર કરવામાં આવતો હતો અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અંગે દબાણ પણ કરતા હતા.

બીજી તરફ દિયર પણ યુવતીની આબરુ લેવા માટે છેડતી કરતો હતો. યુવતીને કોઈની સાથે વાતચીત કે ટેલિફોનિક વાતચીત પણ કરવા દેવામાં આવતી નહિ.

યુવતીને 7 વર્ષ સુધી ઘરમાં જ ગોંધી રાખી હતી. જે બાદ આખરે યુવતીએ હિંમત કરી આંખોમાં દેખાતુ નહી હોવાથી ચશ્મા બનાવવાનું બહાનું કરી ઘરમાંથી ભાગી અમદાવાદ આવી ગઈ હતી અને પરિવારને પોતાની આપવિતી જણાવતા આ અંગે ગોમતીપુર પોલીસ મથકે ઈકબાલ અંસારી તેના માતા પિતા અને ભાઈ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે મુખ્ય આરોપી ઈકલાબ અંસારી હોય તેને ઝડપી પોલીસે રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">