Mulayam Singh Death: PM બનવા માટે તારીખ, સમય સહિત બધુ જ નક્કી જ હતું, પણ એવુ તો શુ થયું કે મુલાયમસિંહ વડાપ્રધાન ના બની શક્યા ? વાંચો

મૂલાયમસિંહ યાદવનું પ્રધાનમંત્રી બનવાનું લગભગ નક્કી જ હતુ. ત્યાં સુધી કે શપથનો સમય અને તારીખ સુદ્ધા નક્કી હતી, માત્ર સવારે ઔપચારિક જાહેરાત થાય એટલી જ વાર હતી, પરંતુ 29 મે 1996ની એ રાત્રે કંઈક એવી ખીચડી રંધાઈ ગઈ કે ખુદ મૂલાયમને પણ તેની જાણ ન થઈ અને સવારે તેમના નામના બદલે સહુ કોઈના આશ્ચર્ય વચ્ચે દેવગૌડાના નામની થઈ જાહેરાત. જાણો શું હતો એ રાતનો સમગ્ર ઘટનાક્રમ

Mulayam Singh Death: PM બનવા માટે તારીખ, સમય સહિત બધુ જ નક્કી જ હતું, પણ એવુ તો શુ થયું કે મુલાયમસિંહ વડાપ્રધાન ના બની શક્યા ? વાંચો
મુલાયમ સિંહ યાદવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 2:07 PM

ઉત્તરપ્રદેશના પૂર્વ CMઅને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ (Mulayamsinh Yadav)ની ઘણી લાંબી રાજકીય કારકિર્દી રહી છે. મુલાયમસિંહ યાદવ ત્રણ વાર ઉત્તરપ્રદેશ (UP)ના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ઉપરાંત વર્ષ 1990ના દશમાં તેઓ કેન્દ્રમાં રક્ષામંત્રી પણ રહી ચુક્યા છે. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે મુલાયમસિંહ યાદવનું વડાપ્રધાન (PM) બનવાનું નક્કી જ હતુ. એ  તારીખ હતી 29 મે 1996. જ્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર બહુમત સાબિત ન કરી શકતા પડી ભાંગી હતી. વાજપેયીને પીએમ પદ પરથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ. વાજપેયીના રાજીનામા બાદ વર્ષ 1996માં કેન્દ્રમાં કોંગ્રેસ(Congress) ના સહયોગથી યુનાઈટેડ ફ્રંટની સરકાર બની હતી અને એચ ડી દેવગૌડા દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. આ ફ્રન્ટમાં જનતા દળ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે જેવી 13 પાર્ટીઓ સામેલ હતી. આ ગઠબંધન સરકારમાં મુલાયમસિંહ યાદવને મહત્વપૂર્ણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો હતો. એ સમયે તેઓ દેશના રક્ષામંત્રી બન્યા હતા. જો કે આ સરકાર પણ બહુ લાંબી ચાલી ન હતી.

દેવગૌડા પહેલા મુલાયમસિંહનું નામ PM પદ માટે રેસમાં હતુ

દેવગૌડાએ 30મે 1996એ સવારે પ્રધાનમંત્રીપદના શપથ લીધા હતા પરંતુ એ પહેલા મુલાયમસિંહનું નામ પીએમ બનવા માટે લગભગ નક્કી જ હતુ. ત્યાં સુધી કે મુલાયમસિંહના શપથ લેવાનો સમય સુદ્ધા નક્કી હતો. માત્ર સવારે ઔપચારિક જાહેરાત થવાની જ ઘડીઓ ગણાઈ રહી હતી. 30મે 1996ની આગલી રાત્રે તમામ 13 સહયોગી પાર્ટીઓની બેઠક મળી હતી જેમા મુલાયમના પીએમ બનવા પર આમ સહમતી બની ચુકી હતી. સવાર સુધી બધાને એવુ જ હતુ કે મુલાયમસિંહ યાદવ પીએમ તરીકે શપથ લેવાના છે. પરંતુ એ રાત્રે જ કંઈક એવુ બની ગયુ કે મુલાયમ પીએમ બનતા બનતા રહી ગયા

મુલાયમના પીએમ ન બનવા પાછળના કોણ હતા પડદા પાછળના મોહરાઓ

એ સમયે યુનાઈટેડ ફ્રન્ટની સરકાર બનવા જઈ રહી હતી. જેમા સહુ કોઈએ મુલાયમસિંહના નામ પર સહમતી દર્શાવી હતી. પરંતુ રાજનીતિમાં જેમ દુશ્મની કાયમી નથી હોતી તેમ સહમતી કે દોસ્તી પણ કાયમી નથી હોતી. 29 મે 1996ની રાત્રે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં CPIMના વરિષ્ઠ નેતા હરકિશનસિંહ સુરજિતે મુલાયમસિંહને પીએમ બનાવવા પર સૌને મનાવી પણ લીધા હતી. સુરજિત એ સમયે ભારતીય રાજનીતિના ચાણક્ય કહેવાતા હતા. એ સમયે ગઠબંધન સરકારના બે મુખ્ય જે કન્વેનર હતા તેમાં હરકિશનસિંહ સુરજિત પણ હતા અને ચંદ્રાબાબુ નાયડુ પણ હતા. મુલાયમસિંહ હરકિશનસિંહ સુરજિતને બહુ માનતા હતા. ત્યાં સુધી કે મુલાયમ તેમને રાજકીય ગુરુ ગણતા હતા. એ રાત્રે હરકિશનસિંહ સુરજિતના કહેવાથી સહુ કોઈએ મુલાયમના પીએમ બનવા પર સહમતી દર્શાવી હતી. એ બાદ સવારની પ્રેસ કોન્ફરન્સ અને જાહેરાતનો તમામ કાર્યભાર હરકિશનસિંહ સુરજિત ચંદ્રાબાબુને સોંપીને મોસ્કો જવા રવાના હતા. મોસ્કોમાં એ સમયે વામપંથીઓની એક કોન્ફરન્સ યોજાવાની હતી અને હરકિશનસિંહ તેમા ભાગ લેવા માટે રશિયાના મોસ્કો જવા નીકળ્યા હતા. આ બાજુ તેમના ગયા બાદ પાછળથી સંપૂર્ણ ગેમ પલટી ગઈ હતી અને સવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મૂલાયમનું નામ પીએમ પદ માટે જાહેર ન થતા ખુદ મુલાયમને પણ આશ્ચર્ય થયુ હતુ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વર્ષ 2014માં એક ઈન્ટરવ્યુ સમયે મુલાયમે પીએમ ન બનવા અંગે જણાવ્યુ હતુ.

વર્ષ 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન મુલાયમસિંહે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન આ કિસ્સા અંગે જણાવ્યુ હતુ. મુલાયમસિંહે જણાવ્યુ કે વર્ષ 1996માં પીએમ ન બનવા પર કોઈ દુ:ખ નથી. મુલાયમે કહ્યુ કે એ સમયે બધુ જ નક્કી હતુ, સવારે 8 વાગ્યે શપથ લેવાના હતા પરંતુ પાછળથી મામલો બગડી ગયો. જો કે મને તેનુ કોઈ દુ:ખ નથી. જો કે મુલાયમે એ જરૂર જણાવ્યુ હતુ કે એ સમયે મારા ઘર પર હજારો સમર્થકો અને દુનિયાભરનું પ્રેસ-મીડિયા મારા ઘર બહાર લાઈન લગાવીને બેઠુ હતુ. વધુમાં તેમણે કહ્યુ કે એ સમયે દગો કરનારા નેતા તો આજે જીવિત પણ નથી. મારી પીઠ પાછળ નિર્ણય કરી લેવામાં આવ્યો હતો. મુલાયમે એ ઘટના અંગે જણાવ્યુ કે એ સમયે જ્યોતિ બસુ અને ફારૂક અબ્દુલ્લા સહિતના અનેક એવા નેતા હતા જે એવુ કહેતા હતા મુલાયમ પીએમ બનશે તો અમે ડિપ્ટી પીએમ બનશુ. બધુ જ નક્કી હતુ પરંતુ  દગો થઈ ગયો. જો કે એવુ પણ કહેવાય છે કે એ સમયે ચંદ્રાબાબુ નાયડુએ મુલાયમસિંહ સાથે દગો કર્યો હતો જ્યારે બીજા બે નેતાઓ પણ તેમા સામેલ હતા. એ હતા લાલુ પ્રસાદ યાદવ અને તત્કાલિન જનતા દળુ યુનાઈટેડના સુપ્રીમો શરદ યાદવ. આ બંને નેતાઓના કારણે પણ મુલાયમ પીએમ બનતા બનતા રહી ગયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">