મુલાયમ સિંહ યાદવની હાલત નાજુક, અખિલેશ યાદવ હોસ્પિટલમાં હાજર, જાણો તબિયત પર ડોકટેરે શું કહ્યું?
ડોક્ટરોની ટીમ તેના પર નજર રાખી રહી છે. જો કે તેની હાલત હજુ પણ નાજુક છે. તેમને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પુત્ર અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને પુત્રવધૂ ડિમ્પલ યાદવ પણ ત્યાં હાજર છે.
સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh Yadav) તબિયત નાજુક છે. તે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલ પ્રશાસને મુલાયમના સ્વાસ્થ્યને લઈને હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે. આ મુજબ ડોક્ટરોની ટીમ તેના પર નજર રાખી રહી છે. જો કે તેની હાલત હજુ પણ નાજુક છે. તેમને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પુત્ર અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને પુત્રવધૂ ડિમ્પલ યાદવ પણ ત્યાં હાજર છે.
રવિવારે રાત્રે સમાજવાદી પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કાર્યકરોને અપીલ કરી છે કે, આદરણીય નેતાજી (મુલાયમ સિંહ યાદવ) ICUમાં દાખલ છે, તેમની સ્થિતિ સ્થિર છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને હોસ્પિટલ પર ન આવો. નેતાજીના સ્વાસ્થ્ય વિશે માહિતી તમને સમય સમય પર આપવામાં આવશે.
आदरणीय नेताजी गुरुग्राम के मेदांता अस्पताल की ‘क्रिटिकल केयर यूनिट’ में भर्ती हैं, उनकी हालत स्थिर है।
नेताजी से मिलना एवं अस्पताल के अंदर जाना संभव नहीं है इसलिए आप सभी से विनम्र निवेदन है कि कृपया अस्पताल ना आएं।
नेताजी के स्वास्थ्य की जानकारी समय समय पर दी जाती रहेगी। pic.twitter.com/NBlzaNIOuu
— Samajwadi Party (@samajwadiparty) October 3, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે મુલાયમ સિંહ યાદવના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે, સાથે જ અખિલેશ યાદવને ફોન કરીને મુલાયમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, મુલાયમ સિંહની નાદુરસ્ત તબિયતના સમાચાર મળ્યા, હું તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.
નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ
મુલાયમ સિંહ યાદવ ઘણા સમયથી બીમાર છે. જો કે રવિવારે તેમની તબિયત લથડી હતી. આ પછી તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને પેટમાં દુખાવો અને યુરિનરી ઈન્ફેક્શનની ફરિયાદ હતી. જો કે તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત ફરીથી બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રિયંકા ગાંધી અને જયંત સિંહે ટ્વિટ કર્યું
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે, મુલાયમ સિંહ યાદવજીની બગડતી તબિયત વિશે સાંભળીને અમે બધા ચિંતિત છીએ અને તેઓ ઝડપથી સાજા થાય તેવી કામના કરીએ છીએ. આ ઉપરાંત રાષ્ટ્રીય લોકદળ (RLD) ના પ્રમુખ જયંત સિંહે ટ્વિટ કર્યું કે, મુલાયમ સિંહજીના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરૂ છું.