મુકેશ અંબાણી ઊજવશે પૌત્રનો પ્રથમ જન્મદિન, ક્વોરેન્ટાઈન બબલ થીમ પર મનાવશે પાર્ટી

પૃથ્વી અંબાણીના જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારે ગામમાં રહેતા લગભગ 50 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. જામનગરના ફાર્મ હાઉસ ખાતે પૃથ્વીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

મુકેશ અંબાણી ઊજવશે પૌત્રનો પ્રથમ જન્મદિન, ક્વોરેન્ટાઈન બબલ થીમ પર મનાવશે પાર્ટી
Mukesh Ambani

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ(Businessman) મુકેશ અંબાણી(Mukesh Ambani) તેમના પૌત્ર પૃથ્વી અંબાણી(Prithvi Ambani)ના પ્રથમ જન્મદિવસ મનાવવા માટે ધૂમધામથી તૈયારીઓ કરી રહ્યા છે. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના પુત્ર પૃથ્વીનો આ જન્મદિવસ યાદગાર બની જાય તે માટે અંબાણી પરિવાર દ્વારા આયોજન બનાવવામાં આવી રહ્યુ છે. જો કે કોરોના(Corona)ને ધ્યાનમાં રાખીને આ પાર્ટી(Party) મનાવવામાં આવશે. નિયમોનું સંપૂર્ણ પાલન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. આ પાર્ટી અંબાણી પરિવાર જામનગર(Jamnagar)માં રાખશે.

કોરોના સામે શું સાવચેતી રખાશે?

અંબાણી પરિવારના સૌથી નાના સભ્ય પૃથ્વીના જન્મદિવસે આવનારા તમામ મહેમાનોનું સંપૂર્ણ રસીકરણ હોય તેનું ધ્યાન રાખવામાં આવશે. તમામ મહેમાનોની સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યુ છે. એટલે કે જેમને જન્મદિવસ નિમિત્તે હાજરી નોંધાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, તેઓની આજથી દરરોજ તબીબી તપાસ કરવામાં આવશે. અંબાણીના ડોકટરો દ્વારા આ તમામના રિપોર્ટનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવશે અને જો નેગેટિવ આવશે તો જ તેમને અંબાણી દ્વારા બુક કરાયેલ ખાનગી જેટ દ્વારા જામનગર લઈ જવામાં આવશે અને દરેકને જન્મદિવસના સમય સુધી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે.

ક્વોરેન્ટાઈન બબલ થીમ

આ જન્મદિવસ નિમિત્તે આવનાર તમામ લોકોની તેમજ પરિવારના સભ્યોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ક્વોરેન્ટાઈન બબલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

કેટરર્સને થાઈલેન્ડ અને ઈટાલીથી બોલાવાયા

અંબાણી પરિવારના મહત્વના ફંક્શનમાં આવનાર મહેમાનોની જમવાની વ્યવસ્થા પણ અલગ હશે. સૂત્રોએ જણાવ્યું કે મહેમાનોના ભોજન માટે આવનારા કેટરર્સને થાઈલેન્ડ અને ઈટાલીથી બોલાવવામાં આવ્યા છે. અહીં આવ્યા પછી, તે ક્રૂની કોરોનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે અને જો બધું બરાબર રહેશે તો જ તેઓ મહેમાનો માટે ભોજન બનાવી શકશે.

50 હજાર લોકોને જમાડશે

પૃથ્વી અંબાણીના જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારે ગામમાં રહેતા લગભગ 50 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. જેથી પૃથ્વી પર સૌ કોઈ આશીર્વાદ આપે. જામનગરના ફાર્મ હાઉસ ખાતે પૃથ્વીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

100 થી વધુ પૂજારીઓને આમંત્રણ

અંબાણી પરિવારના પુત્ર પૃથ્વીના જન્મદિવસ પર અંબાણી પરિવારે 100થી વધુ પૂજારીઓને આમંત્રણ પણ મોકલ્યું છે જેઓ જામનગર આવશે, જ્યાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. અહીં 100 પૂજારી પૃથ્વીના સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને પૂજા પૂર્ણ કર્યા બાદ આશીર્વાદ આપશે. સૂત્રોએ જણાવ્યું કે પૃથ્વીના જન્મદિવસને ચાર ચાંદ લગાવવા માટે ઘણા મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ખેડૂતોની બેઠક બાદ રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી, આંદોલન ચાલું જ રહેશે

આ પણ વાંચોઃ મોટા સમાચાર : ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ !

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati