રેલવે વિભાગમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે, બહાર પાડેલી ભરતી માટે એક કરોડ 24 લાખ અરજી આવી: રેલવે પ્રધાન

રેલવે વિભાગમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે, બહાર પાડેલી ભરતી માટે એક કરોડ 24 લાખ અરજી આવી: રેલવે પ્રધાન
Indian Railway

લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન રેલવે પ્રધાને પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે રેલવેમાં એક લાખ 24 હજાર ખાલી જગ્યાઓની ભરતી બહાર પડાઇ છે, જેના માટે એક કરોડ 40 લાખ અરજીઓ મળી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jan 07, 2022 | 9:24 PM

રેલવે વિભાગ એક લાખથી વધુ લોકોને રોજગારી આપવા જઇ રહ્યુ છે. રેલવે પ્રધાન અશ્વની વૈષ્ણવ (ashwani vaishnav)એ આ દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે આ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સાથે જ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ હેઠળ રેલવે સ્ટેશનો પર શહેરના આકર્ષણ અને ટ્રેનમાં મુસાફરીને આરામદાયક બનાવવાની યોજના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.

એક લાખ 24 હજાર લોકોને મળશે રોજગારી

લખનઉમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતુ કે રેલવેમાં એક લાખ 24 હજાર ખાલી જગ્યાઓની ભરતી બહાર પડાઇ છે, જેના માટે એક કરોડ 40 લાખ અરજીઓ મળી છે. અરજીઓની આ સંખ્યા અન્ય પરીક્ષાઓની અરજી કરતાં ઘણી વધારે છે. ઉમેદવારોની પસંદગીમાં કોઈ અનિયમિતતા ન હોવી જોઈએ. પરીક્ષા અને નિમણૂક સંપૂર્ણ પારદર્શક રીતે થવી જોઈએ, તેથી પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે. તેમ છતાં ટૂંક સમયમાં એક લાખ 24 હજાર યુવાનોને નોકરી આપવામાં આવશે.

રેલવે મુસાફરી વધુ સુવિધાજનક બનશે

અશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાને થોડા સમય પહેલા નિર્દેશ આપ્યો હતો કે રેલવે કોચને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે મુસાફરોની મુસાફરી વધુ સુવિધાજનક બને. આ માટે ભારતીય કોચ ફેક્ટરી ચેન્નાઈના એન્જિનિયરોએ આવા કોચ તૈયાર કર્યા છે, જે વધુ આરામદાયક હશે. તેમાં એર સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ સિવાય પીએમ ઈચ્છે છે કે કોઈ સ્ટેશન શહેરને વિભાજિત કરતું ન હોય, પરંતુ જોડતું હોય. તેને ધ્યાનમાં રાખીને પહોળા ફૂટ ઓવર બ્રિજ અને સબવે બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. તે જ સમયે, સ્ટેશનને એટલું આકર્ષક બનાવવામાં આવી રહ્યું છે કે નગરજનો ત્યાં માત્ર મુસાફરી માટે જ નહીં, પરંતુ ક્યારેક-ક્યારેક ફરવા માટે પણ જાય છે.

રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નથી

ખાનગીકરણ પર વિપક્ષ દ્વારા સતત સવાલ ઉઠાવવામાં આવતા અશ્વની વૈષ્ણવે કહ્યું કે સંસદમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે દલીલ કરી હતી કે સરકાર મુસાફરોને ટિકિટ પર 53 ટકા સબસિડી આપે છે. દર વર્ષે પેન્શન પર 55 હજાર કરોડ અને પગાર પર 97 હજાર કરોડ ખર્ચે છે. રેલવે દ્વારા સરકારનો હેતુ નફો કમાવવાનો નથી, પરંતુ જનતાને સુવિધા આપવાનો છે. શા માટે કોઈ ખાનગી કંપની ખોટનો સોદો કરીને રેલવેનું સંચાલન સંભાળશે?

આ પણ વાંચો-

ટ્રેનમાં લેપટોપ ક્યારેય ચાર્જ ન કરવુ જોઇએ, જાણો શું છે કારણ

આ પણ વાંચો-

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati