AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેન્નાઈની મહિલાના શરીરમાંથી નિકળી 1,200થી વધુ પથરી, ડોક્ટર પણ ચોંકી ગયા !!

મહિલાના શરીરમાંથી ડૉક્ટરોએ 1,241 જેટલી પથરીઓ કાઢી હતી. કબજિયાત, જઠરનો સોજો, પેટનું ફૂલવું, પેટની જમણી બાજુમાં દુખાવો અને ભૂખ ન લાગવાના લક્ષણો સાથે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતી.

ચેન્નાઈની મહિલાના શરીરમાંથી નિકળી 1,200થી વધુ પથરી, ડોક્ટર પણ ચોંકી ગયા !!
More than 1200 stones came out
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 2:58 PM
Share

ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડાયાબિટીસની મહિલાના મૂત્રાશયમાંથી એક હજારથી વધુ પથરી કાઢવામાં આવી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, આ મહિલા દુર્લભ ક્રોનિક બીમારીમાંથી પસાર થઈ રહી હતી. આ એક કિડનીનો રોગ છે. જેમાં કિડનીમાં સોજા, ભૂખ ઓછી લાગવી, ઊલટી-ઊબકા થવા, થાક લાગવો, નાની ઉંમરે લોહીનું દબાણ ખૂબ ઊંચું રહેવુ વગેરે જેવા રોગ જોવા મળે છે અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ રોગ જોવા મળે છે. ત્યારે આ મહિલાનું ઓપરેશન કરતા ડોક્ટરે 1,241 પથરીઓ કાઢી છે.

મહિલાના પેટ માંથી નિકળી 1200થી વધુ પથરી

મહિલાનું લેપ્રોસ્કોપિક કોલેસીસ્ટેક્ટોમી કરીને મૂત્રાશયની પથરીઓની ચિંતાજનક સંખ્યા શોધી કાઢી છે. ત્યારે 16 ફેબ્રુઆરી, 2023ના રોજ ડૉક્ટરોએ તેમના શરીરમાંથી 1,241 પથરીઓ કાઢી હતી. કબજિયાત, જઠરનો સોજો, પેટનું ફૂલવું, પેટની જમણી બાજુમાં દુખાવો અને ભૂખ ન લાગવાના લક્ષણો સાથે તેમને એક અઠવાડિયા પહેલા ડૉ. મોહન્સ ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરીક્ષણ કરતા પેટના અલ્ટ્રાસાઉન્ડથી જાણવા મળ્યું કે દર્દીને પિતાશયમાં ઘણી બધી પથરી જોવા મળી હતી અને જે બાદ તાત્કાલિક સર્જિકલ પ્રક્રિયામાંથી પસાર થવાની સલાહ આપવામાં આવી હતી.

લેપ્રોસ્કોપિક દ્વારા પથરી કાઢવામાં આવી

ડોક્ટરે જણાવ્યું હતુ કે મહિલાની પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે તાત્કાલિક સર્જરીની જરૂરિ હતી. અને ત્યાર બાદ સર્જરી કરતા પિત્તાશયમાંથી એટલે કે મૂત્રાશયમાંથી 1,241 જેટલી નાની મોટી પથરી કાઢવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં પથરી જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા, જેમણે જણાવ્યું હતુ કે “મેં મારી એકંદર તબીબી પ્રેક્ટિસના વર્ષમાં આટલી મોટી સંખ્યામાં પથરી નિકળી હોય તેવું પહેલી વાર જોયું,” લેપ્રોસ્કોપિક સર્જન ડૉ આર બાલામુરુગને આ જણાવ્યું હતું.

પથરીથી બચવું હોય તો ચરબીયુક્ત ખોરાકથી દૂર રહેવું

આ પ્રક્રિયા વરિષ્ઠ એનેસ્થેટીસ્ટ ડો. સતીશ બાબુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમણે એ હકીકતનો ઉલ્લેખ કર્યો હતો કે ડાયાબિટીસને કારણે પિત્તાશયની પથરી ખૂબ જ સામાન્ય છે. લોકો વધુ ચરબીવાળા ખોરાક અને અતિશય આહારને ટાળીને પથ્થરી થતા અટકાવી શકે છે. અને આ પહેલો એવો કેસ છે જેમાં એક મહિલાના પિત્તાશયમાંથી 1,200 થી વધુ પથરીઓ કાઢવામાં આવી હોય. તેમજ જો ત્યાં માત્ર એક કે બે પથરી હોય તો અપચો જેવા હળવા લક્ષણો જ જોવા મળે છે. જ્યારે પિત્તાશય અવરોધાય છે, ત્યારે પાંસળીમાં દુખાવો પાંસરાની જમણી બાજુએ શરૂ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">