Monsoon Session: સાંસદો માટે વધુ એડવાઈઝરી, ‘બિનસંસદીય’ શબ્દો બાદ હવે સંસદમાં પેમ્ફલેટ અને પ્લેકાર્ડ લઈ જવા પર પ્રતિબંધ

લોકસભા સચિવાલયના આદેશ અનુસાર, "સ્થાપિત પરંપરા મુજબ, સભાપતિની પૂર્વ પરવાનગી વિના કોઈપણ સાહિત્ય, પ્રશ્નાવલી, પેમ્ફલેટ, પ્રેસનોટ, પત્રક અથવા કોઈપણ પ્રિન્ટેડ અથવા અન્ય કંઈપણ વસ્તુ સદન પરિસરમાં સ્પીકરની પરવાનગી વિના વિતરણ નહીં થઈ શકે. "

Monsoon Session: સાંસદો માટે વધુ એડવાઈઝરી, 'બિનસંસદીય' શબ્દો બાદ હવે સંસદમાં પેમ્ફલેટ અને પ્લેકાર્ડ લઈ જવા પર પ્રતિબંધ
સાંસદો માટે વધુ એક એડવાઈઝરીImage Credit source: file
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 11:40 AM

સંસદનું ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થાય તે પહેલા વિવિધ દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ‘અસંસદીય’ શબ્દોની વિવાદાસ્પદ યાદી બહાર પાડ્યા બાદ, લોકસભા સચિવાલયે (Lok Sabha Secretariat) શુક્રવારે ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં કોઈપણ પેમ્ફલેટ, (Pamphlets) પત્રિકાઓ (Leaflets)અથવા પ્લેકાર્ડ (Play cards)ના વિતરણ પર રોક લગાવવા અંગે એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે વિપક્ષને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન અને ધરણાં કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, “સ્થાપિત પરંપરા મુજબ, કોઈપણ સાહિત્ય, પ્રશ્નાવલી, પેમ્ફલેટ, પ્રેસનોટ, પત્રિકા અથવા કોઈપણ પ્રિન્ટેડ અથવા અન્ય કંઈપણ વસ્તુ ગૃહ પરિસરમાં સ્પીકરની પૂર્વ પરવાનગી વિના વિતરણ થઈ શકશે. સંસદના પરિસરમાં પ્લેકાર્ડ લાવવા પર પણ સંખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સંસદ પરિસરમાં ધરણાં કરવા પર પણ પ્રતિબંધ

આ પહેલા જાહેર કરાયેલ બુલેટિન મુજબ સાંસદોને સંસદ ભવનના પરિસરમાં કોઈપણ “પ્રદર્શન, ધરણા, હડતાળ, ઉપવાસ અથવા કોઈપણ ધાર્મિક સમારોહ યોજવા પર પહેલા જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભામાં પાર્ટીના મુખ્ય દંડક જયરામ રમેશ ટ્વિટર પર આ આદેશની ટીકા કરનારા પ્રથમ નેતા હતા

આ પણ વાંચો

ચોમાસુ સત્ર પહેલા, રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ જારી કરેલા બુલેટિનમાં આ વિષયે સભ્યોના સહકારની અપીલ કરવામાં આવી છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, “સભ્યો સંસદ ભવનના પરિસરનો ઉપયોગ ધરણા, પ્રદર્શન, હડતાળ, ઉપવાસ અથવા ધાર્મિક કાર્યક્રમો માટે નહીં કરી શકે.” કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સરકાર પર નિશાન સાધતુ ટ્વીટ કર્યું, તેમણે આ ટ્વીટ સાથે 14 જૂલાઈનું બુલેટિન પણ શેર કર્યુ.

સરકાર તાત્કાલિક નિર્ણય પરત લે: CPM

આ નિર્ણયની વિરુદ્ધ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એ સરમુખત્યારશાહી આદેશની નિંદા કરી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે સાંસદો સંસદ ભવન સંકુલમાં કોઈપણ પ્રકારનો વિરોધ અથવા ધરણા પ્રદર્શન નહીં કરી શકે. CPMએ કેન્દ્ર સરકારને આ આદેશ તાત્કાલિક પાછો ખેંચવાની પણ માંગ કરી છે.

CPM પોલિટબ્યુરો દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દેશ અને લોકો સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમના વિચારો વ્યક્ત કરવા માટે સાંસદો હંમેશા વિરોધનો સહારો લે છે. ભારતીય સંસદની શરૂઆતથી જ આ તેમનો લોકતાંત્રિક અધિકાર છે.”

કોંગ્રેસની જેમ, વામપંથીઓ (ડાબેરીઓ)એ પણ બિનસંસદીય શબ્દોની યાદીને વિસ્તૃત કરવા માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ટીકા કરી અને કહ્યું હતું કે નવા નિર્દેશમાં સરકાર સામે ઉપયોગમાં લેવાતા શબ્દ”અક્ષમ”નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્ટીએ જણાવ્યુ કે વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકતો આ આદેશ સંસદ, તેની સ્વતંત્રતા અને સાંસદોના અધિકારો પર હુમલો છે.

Latest News Updates

ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
g clip-path="url(#clip0_868_265)">