AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ની છત્તીસગઢમાં એન્ટ્રી, ડિજિટલ પ્લેટફોર્મનું ધમાકેદાર લોન્ચિંગ, CM બઘેલ રહેશે ઉપસ્થિત

હવે ટીવી 9 ડિજિટલ છત્તીસગઢ (TV9 Chhattisgarh)પણ 100 મિલિયન યુનિક દર્શકો સાથે તમારા બધાની વચ્ચે આવી રહ્યું છે. છત્તીસગઢમાં સમાચારો(Chhattisgarh News)નો નવો યુગ આજથી એટલે કે 16 જુલાઈથી TV9 છત્તીસગઢ યુટ્યુબ ચેનલ સાથે શરૂ થવા જઈ રહ્યો છે.

દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ની છત્તીસગઢમાં એન્ટ્રી, ડિજિટલ પ્લેટફોર્મનું ધમાકેદાર લોન્ચિંગ, CM બઘેલ રહેશે ઉપસ્થિત
TV9 ChhattisgarhImage Credit source: TV9
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 9:40 AM
Share

દેશના નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9 ગ્રૂપની ડિજિટલ સર્વિસ TV9 ડિજિટલ(TV9 Digital)ન્યૂઝ વેબ મીડિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. હવે ટીવી 9 ડિજિટલ છત્તીસગઢ (TV9 Chhattisgarh)પણ 100 મિલિયન યુનિક દર્શકો સાથે તમારા બધાની વચ્ચે આવી રહ્યું છે. છત્તીસગઢમાં આશાનું નવું પ્રભાત, બદલાતા છત્તીસગઢમાં સમાચારો(Chhattisgarh News)નો નવો યુગ આજથી એટલે કે 16 જુલાઈથી TV9 છત્તીસગઢ યુટ્યુબ ચેનલ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્લેટફોર્મ છત્તીસગઢના સમાચારોને સંપૂર્ણ રીતે સમર્પિત હશે, જે આજે લોન્ચ થવા જઈ રહ્યું છે. જે રાજ્યના દરેક નાના મોટા સમાચાર દર્શકો સુધી પહોંચાડશે. TV9 ડિજિટલ છત્તીસગઢ પ્લેટફોર્મ રાજ્યના લોકોના સન્માન અને વિકાસ માટે વર્તમાન સરકારના નિર્ણયો અને કાર્યોને સ્પષ્ટપણે દર્શાવવા માટે પ્રતિબદ્ધ છે.

TV9 નેટવર્ક વધુ સાત રાજ્યોમાં HSM ચેનલો શરૂ કરવા માટે તૈયાર છે. આ ડિજિટલ ચેનલો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં શરૂ કરવામાં આવશે. તાજેતરમાં લોન્ચ થયેલ TV9 ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ ડિજિટલ પ્લેટફોર્મે TV9 નેટવર્કના નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે. આ સાથે, TV9 નેટવર્કને ઘણી મજબૂતી મળી રહી છે.

સીએમ ભૂપેશ બઘેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે

TV9 છત્તીસગઢ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ પ્રસંગે એક કોન્ક્લેવનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેમાં છત્તીસગઢની પ્રતિષ્ઠિત હસ્તીઓ રાજ્યના વિકાસ અને કલ્યાણને લગતા વિષયો પર પોતાનો અભિપ્રાય આપશે. આ મુદ્દાઓ આગામી છત્તીસગઢ ચૂંટણીમાં નિર્ણાયક પરિબળ સાબિત થશે. સીએમ ભૂપેશ બઘેલ TV9 છત્તીસગઢ ડિજિટલ ચેનલના લોન્ચિંગ કાર્યક્રમ કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ હશે. તેઓ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી રમન સિંઘ પણ ઉપસ્થિત રહેશે તેમ સ્ટેટ મિનિસ્ટર્સ અને રાજ્યના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અન્ય પ્રભાવશાળી લોકોને પણ સામેલ કરવામાં આવશે.

સમાચાર સુધી પહોંચને સરળ બનાવવાનો હેતુ

ટીવી9 નેટવર્કના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર રક્તિમ દાસે જણાવ્યું હતું કે, “ભારતીય ભાષાઓમાં પ્રાદેશિક અને સ્થાનિક કન્ટેન્ટ ડિજિટલ મીડિયાના ભવિષ્યને આગળ વધારશે. હિન્દીભાષી વિસ્તારોમાં વધુ ઊંડો અને વ્યાપક વિસ્તરણ કરવાનો નિર્ણય સમાચારોની પહોંચમાં અંતરને દૂર કરવાના ઉદ્દેશ્યથી પ્રેરિત છે.

તેમણે કહ્યું કે હિન્દીભાષી વિસ્તારોમાં દર્શકો વચ્ચે સમાચારો સુધી પહોંચવાની ટેવ ઝડપથી વિકસી રહી છે. ડિજિટલ ન્યૂઝ અને સોશિયલ મીડિયા જેવા મનોરંજન પ્લેટફોર્મ્સ સહિત ડિજિટલ પ્લેટફોર્મને અપનાવવું ઓછુ રોકાણ અને સસ્તા છે. તેને મોબાઈલ પર સરળતાથી જોઈ શકાય છે. આપને જણાવી દઈએ કે TV9 નેટવર્ક ડિજિટલ ન્યૂઝ સેક્ટરમાં પણ સારું કામ કરી રહ્યું છે. તે રેકોર્ડ સમયમાં 100 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચી ગયું છે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">