Breaking News : આંદામાન સુધી પહોંચ્યું નૈઋત્યનું ચોમાસું, હવે કેરળમાં વહેલી થશે પધરામણી – જુઓ Video
હવામાન વિભાગે કરેલી જાહેરાત અનુસાર, નૈઋત્યનું ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુ પર સમય કરતા પહેલાથી જ પધારી ગયું છે. બીજું કે, ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણમાં સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યાં છે, જેને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નિયત સમયગાળા કરતા વહેલું આવે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુ પર પહેલેથી જ પહોંચી ગયું છે. બીજું કે, વાતાવરણમાં ચોમાસાને સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યાં છે, જેને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નક્કી સમય કરતા વહેલું આવશે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, ચોમાસાની ગતિવિધિ ઝડપથી આગળ વધી રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન આસપાસ શરૂ થાય છે પરંતુ આ વખતે 27 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે.
જો આ અનુમાન સાચું હશે તો, ગુજરાતમાં ચોમાસું જૂનના પ્રથમ સપ્તાહના અંતે શરૂ થઈ શકે છે. ચોમાસું વહેલી તકે આગમન કરશે તો ખેડૂતો માટે આ રાહતના સમાચાર કહેવાશે, કારણ કે વહેલું ચોમાસું ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
