Monsoon 2023: પંજાબમાં વરસાદ અને પૂરને કારણે 32 લોકોના મોત, 26,000 લોકોને બચાવાયા, રોગોચાળાનું જોખમ વધ્યું

પંજાબના લગભગ 15 જિલ્લા પૂરની ઝપેટમાં છે. આ જિલ્લાઓના મોટાભાગના ગામો પાણીમાં ડૂબી ગયા છે. જો કે, પૂરના પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે, મૃત્યુઆંક હવે 32 પર પહોંચી ગયો છે.

Monsoon 2023: પંજાબમાં વરસાદ અને પૂરને કારણે 32 લોકોના મોત, 26,000 લોકોને બચાવાયા, રોગોચાળાનું જોખમ વધ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 11:42 PM

પંજાબમાં ભારે વરસાદ (heavy rain) અને પૂરના કારણે અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. રાજ્યના 15 જિલ્લા પૂરની ઝપેટમાં છે. આ જિલ્લાઓમાંથી લગભગ 26000 લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. રાજ્યમાં પૂરગ્રસ્ત લોકો માટે સરકાર દ્વારા 148 રાહત શિબિતની સ્થાપના કરવામાં આવી છે. આ શિબિરોમાં 3,731 લોકોએ આશ્રય લીધો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર પંજાબના 15 જિલ્લાના લગભગ 1414 ગામો પૂરની ઝપેટમાં છે. પંજાબના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પટિયાલા, મોગા, લુધિયાણા, મોહાલી, જલંધર, સંગરુર, પઠાણકોટ, તરનતારન, ફિરોઝપુર, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, હોશિયારપુર, રૂપનગર અને એસબીએસ નગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં પૂરનું પાણી હાલ ધીમે ધીમે ઓસરી રહ્યું છે.

અહીં શનિવારે, હોશિયારપુરના દસુયા સબ-ડિવિઝનમાં રાતોરાત ભારે વરસાદ પછી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. ઉતાવળમાં અધિકારીઓ વિસ્તારમાં પહોંચ્યા અને ગામના લોકોને સલામત સ્થળે લઈ ગયા. વરસાદને કારણે ખોખરા, હાલેર, સોંસપુર, બિસોચક, સાગરન, પવન, બમિયાલ, જીઓ ચક, ધાધર, બેહબોવાલ, ઘંગોવાલ, જલાલચક, તો, માંડ અને પાંઢેર સહિતના અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા.

આજનું રાશિફળ તારીખ 13-11-2024
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?

ભારે વરસાદ બાદ પૂરના કારણે પાણીજન્ય રોગોનો ભય પણ મંડરાઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓને આવા કોઈપણ રોગચાળાને રોકવા માટે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં જ્યાં પૂરના પાણી ઓસર્યા છે ત્યાં મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે અને લોકોને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : પૂરમાં ફસાયેલા 70 હજાર લોકોને બચાવ્યા, અત્યાર સુધીમાં 26 મૃતદેહો બહાર કઢાયા

હરિયાણામાં અત્યાર સુધીમાં 30ના મોત

પડોશી રાજ્ય હરિયાણામાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 6000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પંજાબના 15 અને હરિયાણાના 13 જિલ્લા પૂરની ઝપેટમાં છે. હરિયાણાના યમુનાનગરમાં હથિનીકુડ બેરેજ ખાતે સવારે 8 વાગ્યે પાણીનું સ્તર 54,282 ક્યુસેક હતું, જે બપોરે 2 વાગ્યે વધીને 81,430 ક્યુસેક થયું હતું અને પછી સાંજે 5 વાગ્યે ઘટીને 61,592 ક્યુસેક થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">