Rajkot: રાજકોટના ઉપલેટામાં આભ ફાટવાથી પૂરની સ્થિતિ, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ લીધી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

Rajkot: ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પૂરગ્રસ્ત ઉપલેટાની મુલાકાત લીધી હતી. ધોરાજીના ઉપલેટામાં આવેલા સમઢિયાળા ગામે એક કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર-ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના લાઠ, ભીમોરા, મજેઠી, તેલંગણા સહિતના અસરગ્રસ્ત ગામલોકોને ધારાસભ્ય મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 7:50 PM

Rajkot: ધોરાજીમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે ઉપલેટા પંથકના સમઢિયાળા ગામે 10 ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર-ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યુ છે. ત્યારે ધોરાજીના ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલિયાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી.

ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ લીધી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

ધારાસભ્ય પાડલિયાએ લાઠ, ભીમોરા, મજેઠી, તેલંગણા ગામના લોકોને મળ્યા હતા. અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે. જેને ધ્યાને રાખી ધારાસભ્યએ નુકસાનીના વળતર માટે સરકારને રજૂઆત કરશે તેવી સાંત્વના આપી હતી. ખેડૂતોને ત્વરીત સહાય ચુકવવા માટેના પ્રયાસો હાથ ધરાશે તેમ પણ ધારાસભ્યએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: Gujarati Video: ઉપલેટાના સમઢિયાળામાં આભ ફાટ્યુ, એક કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક રસ્તા ધોવાયા

ઉપલેટામાં સતત બીજા દિવસે અઢી ઈંચ વરસાદ ખાબક્યો

ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત બીજા દિવસે ધોધમાર વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપલેટાથી લાઠ. ભીમોરા, કુંઢેજ, તેલંગણા, સમઢિયાળા તરફ જવાનો રસ્તો બંધ થયો છે. સમઢિયાળા ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લાઠ ગામે બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયુ છે.

આપને જણાવી દઈએ કે ઉપલેટા પંથકમાં સતત બીજા દિવસે પણ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ઉપલેટામાંથી પસાર થતી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી-નાળામાં પુષ્કળ પાણીથી આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે. કપાસ, મગફળી, સોયાબીન અને એરંડાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">