સુરતમાં ભારે વરસાદે ચિંતા વધારી, ખાડીઓના જળસ્તર વધ્યા, 3 દિવસમાં 22 ઝાડ ધરાશાયી

સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે છેલ્લા ત્રણ દિવસમાં 22 જેટલા ઝાડ પડવાના બનાવ સામે આવ્યા છે. તો સુરતની ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.

સુરતમાં ભારે વરસાદે ચિંતા વધારી, ખાડીઓના જળસ્તર વધ્યા, 3 દિવસમાં 22 ઝાડ ધરાશાયી
Surat rain
Follow Us:
Dilip Chaudhary
| Edited By: | Updated on: Jun 29, 2023 | 2:42 PM

Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી સુરત (Surat) શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે સુરતની ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ખાડી વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે છેલ્લા ત્રણ દિવસમાં 22 જેટલા ઝાડ પડવાના બનાવ સામે આવ્યા છે.

ખાડીઓના જળસ્તરમાં વધારો

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. ભારે વરસાદના કારણે સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે. ત્રીજા દિવસે એટલે કે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે ખાડીઓના જળસ્તર ઉંચા આવ્યા છે.

આ પણ વાંચો Breaking News : સુરતના ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે બંધ કરાયો,રાંદેર અને કતારગામ વચ્ચે વાહનવ્યવહાર બંધ

ભારે વરસાદને પગલે ઝાડ પડવાના બનાવો સામે આવ્યા

બીજી તરફ સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અલગ અલગ જગ્યાએ ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં ફાયર વિભાગને 22 જેટલા કોલ ઝાડ પડવાના મળ્યા છે. ઝાડ પડવાના કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝાડને કાપીને રસ્તા પરથી દુર કરવાની કામગીરી કરી રહી છે. જોકે સારી બાબત એ છે કે ઝાડ પડવાથી હજુ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?

I P મિશન સ્કુલના કમ્પાઉનડમાં એક ઝાડ પડતા કાર અને બાઈક દબાયા હતા. તો ઘોડદોડ રોડ પર આવેલ આદર્શ સોસાયટીમાં ઝાડ પડતા એક ગાડીને નુકશાન થયું હતું. ફાયર વિભાગને 27 જુનના રોજ 7 કોલ, 28 જુનના રોજ 13 કોલ અને આજે એટલે કે 29 જુનના 12 વાગ્યા સુધી 2 કોલ ઝાડ પડવાના મળ્યા છે. ત્રણ દિવસમાં 22 જેટલા ઝાડ પડ્યા છે.

સુરતમાં 11 વાગ્યે ખાડીની સપાટી

ખાડીનું નામ હાલની સપાટી [મીટરમાં] ભયજનક સપાટી
કાંકરાખાડી 6.6 8.48
ભેદવાડ ખાડી 5.9 6.75
મીઠીખાડી 8 9.35
ભાઠેના ખાડી 5.6 8.25
વરાછા ખાડી 3.3 4.5

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">