Breaking News: મણિપુરમાં રાહુલ ગાંધીના કાફલાને પોલીસે ઈમ્ફાલ પહોંચતા પહેલા જ રોક્યો
મણિપુર છેલ્લા 2 મહિનાથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. શાંતિના માટે ઘણા પ્રયાસો કરવા છતા બહુ અસર થઈ નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસના મણિપુર પ્રવાસે છે. રાહુલ ગાંધીના કાફલાને સ્થાનિક પોલીસે એરપોર્ટથી થોડે દૂર પોલીસ ચેકપોસ્ટ પર રોકી દીધો છે.
Manipur Violence: મણિપુર છેલ્લા 2 મહિનાથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. શાંતિના પ્રયાસો માટેના ઘણા પ્રયાસો કરવા છતા બહુ અસર થઈ નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજથી બે દિવસના મણિપુર પ્રવાસે છે. રાહુલ ગાંધીના કાફલાને સ્થાનિક પોલીસે એરપોર્ટથી થોડે દૂર પોલીસ ચેકપોસ્ટ પર રોકી દીધો છે. તેમની મુલાકાત દરમિયાન કોંગ્રેસ (Congress) નેતા રાહત શિબિરોમાં હિંસાને કારણે વિસ્થાપિત થયેલા લોકોને મળશે. આ સાથે અનેક સિવિલ સોસાયટીના લોકો સાથે પણ વાત કરશે.
મણિપુરમાં હિંસામાં 200થી વધુ લોકોના મોત થયા
કોંગ્રેસનો દાવો છે કે મણિપુરમાં ચાલી રહેલી હિંસામાં 200થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં હિંસા 3 મેના રોજ શરૂ થઈ હતી. હિંસા શરૂ થયા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ મુલાકાત છે. આવતીકાલે રાહુલ ગાંધી મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેશે. રાજધાની ઇમ્ફાલ અને ચુરાચંદપુર જિલ્લામાં નાગરિક સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે.
રાહત શિબિરોની મુલાકાત લેશે અને લોકો સાથે વાતચીત કરશે
રાહુલ ગાંધીની મુલાકાત પહેલા કોંગ્રેસના એક નેતાએ તેમની મુલાકાત વિશે જણાવ્યું હતું કે, ઈમ્ફાલ પહોંચ્યા બાદ તેઓ ચુરાચંદપુર જશે, જ્યાં તેઓ રાહત શિબિરોની મુલાકાત લેશે. ત્યારબાદ તે વિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગમાં વિસ્થાપિત લોકોની સ્થિતિ વિશે જાણશે. રાહુલ આવતીકાલે શુક્રવારે ઈમ્ફાલમાં હશે અને આ દરમિયાન તેઓ રાહત શિબિરોની મુલાકાત લેશે અને પછી લોકો સાથે વાતચીત કરશે.
#WATCH | Congress leader Rahul Gandhi leaves for Manipur from Delhi airport.
Rahul will be in Manipur on June 29 and 30 during which he will visit relief camps and interact with civil society representatives in Imphal and Churachandpur. pic.twitter.com/9o8Ipw6djz
— ANI (@ANI) June 29, 2023
નાગાલેન્ડના કોંગ્રેસના પ્રભારી અજય કુમારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્ર મણિપુરને સમાચારોમાંથી ગાયબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દેશનું ધ્યાન મણિપુર પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે મણિપુરમાં ચાલી રહેલી હિંસામાં હવે 200 થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે 1000 થી વધુ ઘર બળી ગયા હતા.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી એક્શનમાં, મંત્રીઓને આપ્યો ‘મોદી મંત્ર’, સાંસદોના કામની થશે સમીક્ષા
અજય કુમારે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. ડબલ એન્જિનની આ સરકાર હવે ટ્રિપલ પ્રોબ્લેમવાળી સરકાર બની ગઈ છે. રાહુલ ગાંધી આજે મણિપુરમાં પીડિતોને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની મુલાકાતમાંથી શીખવું જોઈએ, તેમને રાજ્યની ચિંતા નથી.