AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આપણી નારી શક્તિની સફળતાઓ… પીએમ મોદીના 51 સેકન્ડના વીડિયોમાં જુઓ ‘મહિલાઓની પ્રગતિના 11 વર્ષ’

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 11 વર્ષોમાં મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓના કારણે અનેક મહિલાઓના જીવનમાં નવી આશા આવી છે અને આત્મવિશ્વાસ વધ્યો છે. આ યોજનાઓની મદદથી મહિલાઓ હવે આત્મનિર્ભર પણ બની છે.

આપણી નારી શક્તિની સફળતાઓ... પીએમ મોદીના 51 સેકન્ડના વીડિયોમાં જુઓ 'મહિલાઓની પ્રગતિના 11 વર્ષ'
Follow Us:
| Updated on: Jun 08, 2025 | 3:36 PM

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ દરમિયાન મહિલાઓ માટે શરૂ કરાયેલી જન કલ્યાણકારી યોજનાઓથી મહિલાઓના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે.

નારી શક્તિની સફળતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર 51 સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો છે અને કહ્યું કે, 11 વર્ષમાં આપણી નારી શક્તિની સફળતા દેશવાસીઓ માટે એક મોટી વાત છે જેને લઈને દરેક વ્યક્તિ ગર્વ અનુભવે છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઉજ્જવલા યોજના હેઠળ લાખો મહિલાઓને મફત LPG કનેક્શન મળ્યા, જેનાથી તેમની જીવનશૈલીમાં સુધારો થયો છે. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભિયાને લિંગ સમાનતા અને છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે.

વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ સ્વરોજગાર માટે મહિલાઓને સરળ લોન આપીને આર્થિક સશક્તિકરણમાં વધારો કર્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે મકાનની માલિકી આપવાથી તેમની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બની છે. આ બધી યોજનાઓથી મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યો છે અને સામાજિક તેમજ આર્થિક તરફનો માર્ગ પણ ખુલી ગયો છે.

પીએમ મોદીએ ‘X’ પર વીડિયો પોસ્ટ કર્યો

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, ‘આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓએ એવો યુગ પણ જોયો છે કે જેમાં તેમને દરેક પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આજે તેઓ માત્ર વિકસિત ભારતના સંકલ્પમાં ભાગીદારી જ નથી આપી રહી પણ શિક્ષણ અને વ્યવસાયથી લઈને દરેક ક્ષેત્રમાં પ્રેરણા બની રહી છે. છેલ્લા 11 વર્ષોમાં અમારી નારી શક્તિની સફળતાઓ દેશવાસીઓને ગૌરવ અપાવે તેવી રહી છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">