મોદી સરકારનું આશ્વાસન, પ્રથમ વેક્સિન પ્રાપ્ત કરનારા દેશોમાં હશે નેપાળ

મોદી  સરકારે Nepal ને આશ્વાસન આપ્યું છે કે ભારત દ્વારા વિકસિત કોરોના વેક્સિન પ્રાપ્ત કરનારા દેશોમાં હશે.

  • tv9 webdesk33
  • Published On - 8:55 AM, 18 Jan 2021
rajnathsingh and nepal

મોદી  સરકારે Nepal ને આશ્વાસન આપ્યું છે કે ભારત દ્વારા વિકસિત કોરોના વેક્સિન પ્રાપ્ત કરનારા દેશોમાં હશે. જે અંગેની જાહેરાત આગામી સપ્તાહમાં કરવામાં આવશે. વિદેશમંત્રી એસ. જયશંકર સાથે સંયુક્ત આયોગની બેઠક માટે ભારત યાત્રા દરમ્યાન Nepal ના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવાલીને આ આશ્વાસન આપવામાં આવ્યું છે.

જો કે નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીના રાજકીય વિરોધના પગલે ગ્યાવાલી યાત્રાનું મહત્વ ઓછું આંકવામા આવી રહ્યું છે. વાસ્તવમાં હકીકત એ છે કે નવી દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રીના વાર્તાકાર તેમના વ્યવસાયિકતા અને સંયમથી પ્રભાવિત થયા.

જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર  16 જાન્યુઆરીના રોજ પીએમ મોદી દ્વારા રસી લોન્ચિંગ કાર્યક્રમમાં શામેલ હતા. તેથી  નેપાળના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી ના શકયા. જેના લીધે તેમણે રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી.

સરકારી સૂત્રોના અનુસાર ગ્યાવાલી અને એસ. જયશંકરે નેપાળને ભારતીય વેક્સિન ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી હતી. તેમજ બંને દેશોના મેડિકલ મોડ્યુલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઇમરજન્સી ઉપયોગમા નેપાળમાં કોરોનાના ફ્રન્ટ લાઇન વર્કરોને રસીકરણ અંગે પણ વિચારણા કરવામાં આવી. નેપાળમાં  કોરોનાના કુલ 2,67,056 કેસ છે.

ગ્યાવાલી યાત્રા દરમ્યાન બંને પક્ષો ધીરે ધીરે હવાઇ અને રોડ માર્ગ પર સંપર્ક ખોલવા માટે સહમત થયા હતા. જેમાં મહામારીના પગલે બંધ કરવામાં આવ્યા હતા. બંને દેશો રકસોલ- કાંઠમંડુ રેલવે લાઇન સબંધિત રેલવે લાઇન  સર્વેક્ષણ પણ ઝડપથી હાથ ધરવામાં આવશે.