Mission 2024: લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપની ખાસ તૈયારીઓ, શરૂ કરશે આ મોટી યોજનાઓ
ભાજપના સુત્રોનું કહેવુ છે કે તેના માટે ભાજપ મહિલા મોર્ચાની ટીમ સમગ્ર દેશમાં 'સેલ્ફી વિથ બેનિફિશિયરી' અને 'કમલ મિત્ર' જેવા નવા કાર્યક્રમની યોજનાઓ બનાવી ચૂકી છે.
આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ પોતાના મિશન 350+ હેઠળ દેશની અડધી વસ્તીને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરશે. મહિલાઓને જોડવા માટે પાર્ટી ઘણા ખાસ કાર્યક્રમ આયોજિત કરવા જઈ રહી છે. ભાજપનું માનવું છે કે લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા માટે મહિલાઓની વચ્ચે ઊંડો પ્રવેશ સૌથી મહત્વપૂર્ણ છે. તેના માટે ભાજપે નક્કી કર્યુ છે કે તે મહિલાઓ પર પકડ રાખવા માટે ઘણા પ્રકારના કાર્યક્રમ શરૂ કરશે.
ભાજપના સુત્રોનું કહેવુ છે કે તેના માટે ભાજપ મહિલા મોર્ચાની ટીમ સમગ્ર દેશમાં ‘સેલ્ફી વિથ બેનિફિશિયરી’ અને ‘કમલ મિત્ર’ જેવા નવા કાર્યક્રમની યોજનાઓ બનાવી ચૂકી છે. મહિલાઓના આત્મસન્માનને વધારવા માટે અને મહિલાઓને સન્માનિત કરવા માટે ‘સુષ્મા સ્વરાજ એવોર્ડ’ના માધ્યમથી પણ ભાજપ દુરના વિસ્તારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે.
આ પણ વાંચો: Ujjain: ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર તુટ્યો રેકોર્ડ, 15 લાખથી વધુ ભક્તોએ બાબા મહાકાલના કર્યા દર્શન
1 કરોડ લોકો સાથે સેલ્ફી
ભાજપના સુત્રો મુજબ સેલ્ફી વિથ બેનિફિશિયરી હેઠળ ભાજપ નેતા 1 કરોડ લાભાર્થીઓની સાથે સેલ્ફી લેશે. તેના માટે ભાજપ એક નવી એપ્લિકેશન પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ભાજપ દ્વારા ચલાવવામાં આવતા આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે ભાજપની મહિલા મોર્ચાની કાર્યકર્તાઓને પ્રશિક્ષણ પણ આપવામાં આવશે. તેના માટે પ્રશિક્ષણ કોર્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
કમલ મિત્ર અને સેલ્ફી વિથ બેનિફિશિયરી કાર્યક્રમના પ્રથમ ચરણમાં મોદી સરકાર 15 યોજનાઓને લેશે. જલ શક્તિ મંત્રાલયના હર ઘર નલ સે જલ જેવી યોજનાઓ દ્વારા મહિલાઓને કાર્યક્રમથી જોડવામાં આવશે. એટલું જ નહીં લાભાર્થીઓ સિવાય કમલ મિત્ર યોજના દ્વારા ભાજપના કાર્યકર્તા દેશભરમાં કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભથી વંચિત રહેલી મહિલાઓની પાસે પણ જશે અને તેમને યોજનાઓના લાભ લેવા માટે જણાવશે.
કમલ મિત્ર કાર્યક્રમની શરૂઆત સ્થાનીક અને જિલ્લા સ્તરથી શરૂ કરવામાં આવશે. તેના માટે કેન્દ્ર સરકારની યોજના વિશે લોકલ સ્તર પર ભાજપ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવામાં આવશે. તે સિવાય પાર્ટી માટે કામ કરનારી મહિલાઓથી લઈ અલગ સમાજ કલ્યાણ માટે કામ કરનારી મહિલાઓ પણ આ કાર્યક્રમમાં પ્રશિક્ષણ આપવા અને કમલ મિત્રના માધ્યમથી સમાજની સેવા કરી શકે છે.
10 પ્રભાવી મહિલાઓને આપવામાં આવશે સુષ્મા સ્વરાજ એવોર્ડ
આ સિવાય ભાજપે પાર્ટીના દિવંગત પાર્ટી નેતા સુષ્મા સ્વરાજના નામ પર સુષ્મા સ્વરાજ એવોર્ડ પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સુષ્મા સ્વરાજ એવોર્ડ પાર્ટી દ્વારા દેશના દરેક જિલ્લામાં 10 પ્રભાવી મહિલાઓને આપવામાં આવશે. આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સમાજના અલગ અલગ વિસ્તારમાં સેવાકાર્ય કરી રહેલી 10 પ્રભાવી મહિલાઓને પણ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વોટ શેયર 37 ટકા હતા. જ્યારે ભાજપને મળેલા કુલ વોટમાં મહિલાઓનો વોટ શેયર માત્ર 36 ટકા હતો. એટલે પુરુષ મતદાતાની તુલનામાં ભાજપને મહિલાઓના મત ઓછા મળ્યા હતા. આ કારણે ભાજપ હવે ઘણા અલગ અલગ કાર્યક્રમ દ્વારા મહિલાઓ સુધી પહોંચશે અને તેમના કામના આધાર પર પાર્ટી સાથે જોડાવા પ્રયત્ન કરશે.