ઉદ્ધવ ઠાકરેની ‘મોગેમ્બો’ વાળી ટિપ્પણી બાદ ભાજપે કહ્યું- તમે ‘મિસ્ટર ઈન્ડિયા’ની જેમ ગાયબ થઈ રહ્યા છો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહારો કરી રહ્યા છે. આજે તેમણે પત્રકાર પરિષદમાં ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેની 'મોગેમ્બો' વાળી ટિપ્પણી બાદ ભાજપે કહ્યું- તમે 'મિસ્ટર ઈન્ડિયા'ની જેમ ગાયબ થઈ રહ્યા છો
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 6:40 PM

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય પ્રધાન અમિત શાહને ‘મોગેમ્બો’ કહ્યાના એક દિવસ પછી, ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોમવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે, ઉદ્ધવ મિસ્ટર ઈન્ડિયાની જેમ ગાયબ થઈ રહ્યા છે. ચૂંટણી પંચે 17 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને ‘ધનુષ અને બાણ’ પ્રતીક આપ્યું હતું.

કમિશનના નિર્ણય બાદ શાહે દાવો કર્યો હતો કે ઠાકરેને હવે ખબર પડશે કે સત્ય કઈ બાજુ છે. ચૂંટણી પંચના નિર્ણયને આવકારતા શાહ પર વળતો પ્રહાર કરતા, ઠાકરેએ રવિવારે કટાક્ષમાં કહ્યું હતુ કે, મોગેમ્બો ખુશ હુઆ.

આ પણ વાચો: નામ અને નિશાન ગયા પછી ઉદ્ધવ ઠાકરે અકળાયા, શિવસેનાનુ ટ્વિટર અને વેબસાઇટ કરી નાખી ડિલીટ

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

મુંબઈના બીજેપી ધારાસભ્ય અતુલ ભાટખાલકરે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે બીજેપી નેતૃત્વને મોગેમ્બો કહી રહ્યા છે. તેઓ (ઉદ્ધવ) એ સમજવામાં નિષ્ફળ ગયા છે કે આવી હાસ્યાસ્પદ ટિપ્પણીથી તેઓ પોતે મિસ્ટર ઈન્ડિયા બની રહ્યા છે. તમે મહારાષ્ટ્રના રાજકારણમાંથી લગભગ ગાયબ થઈ ગયા છો. તમારે ઘરે જ રહેવું જોઈએ. વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરને જ્યારે અકોલામાં મીડિયા દ્વારા આવી ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, રાજકારણમાં આવી ટિપ્પણીઓને ખુશીથી સ્વીકારવી જોઈએ.

ઉદ્ધવ કહ્યુ- ઠાકરે નામ નહીં ચોરી શકે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહારો કરી રહ્યા છે. આજે તેમણે પત્રકાર પરિષદમાં ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો પાર્ટીનું સિમ્બોલ ચોરાઈ ગયું છે, પરંતુ ઠાકરે નામ ચોરી શકાતું નથી. બાળાસાહેબના પુત્ર બનવાનું સૌભાગ્ય કોઈને નથી મળી શકતું. એવી માહિતી પણ મળી રહી છે કે એકનાથ શિંદે જૂથ શિવસેના બિલ્ડિંગ પર દાવો નહીં કરે.

ઉદ્ધવ ઠાકરે જૂથ આક્રમક બન્યું

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને, ચૂંટણી પંચ દ્વારા શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું છે. શિવસેનાનું નામ અને ચૂંટણી પ્રતિક એકનાથ શિંદેને ફાળવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ આક્રમક બન્યું છે. તેઓએ ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે. ઉદ્ધવ ઠાકરે કેમ્પે, શિવસેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અને તેની વેબસાઇટ બંનેને ડિલીટ કરી દીધા છે. ટ્વિટર હેન્ડલ અને વેબસાઈટ બંને શિવસેનાના નામે હતા. જેનું સંચાલન ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">