MI-17V5 Helicopter Crash: રશિયાથી ખરીદેલા આ હેલિકોપ્ટર, છેલ્લા 5 વર્ષમાં 6 વખત થયા ક્રેશ, જાણો અહી 

આ પહેલીવાર નથી જ્યારે Mi-17 સિરીઝનું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું હોય. છેલ્લા પાંચ વર્ષમાં છ વાર Mi-17 સિરીઝના હેલિકોપ્ટરના અકસ્માત થયા છે

MI-17V5 Helicopter Crash: રશિયાથી ખરીદેલા આ હેલિકોપ્ટર, છેલ્લા 5 વર્ષમાં 6 વખત થયા ક્રેશ, જાણો અહી 
MI-17V5 Helicopter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 7:31 PM

MI-17V5 Helicopter Crash:ભારતીય વાયુસેનાનું MI-17V5 (A MI-17V5 helicopter of the Indian Air Force) હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂર (Coonoor in Tamil Nadu) પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (General Bipin Rawat)સહિત 14 લોકો સવાર હતા, જેમાં 13 લોકોના મોત થયા છે. સીડીએસ રાવતની પત્ની મધુલિકા રાવતનું પણ અકસ્માતમાં મોત થયું છે. વાયુસેનાએ કહ્યું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ધુમ્મસના કારણે ઓછી વિઝિબિલિટીના કારણે કથિત રીતે આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટરે કોઈમ્બતુર નજીક સુલુર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Union Information and Broadcasting Minister Anurag Thakur) બુધવારે કહ્યું કે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગેની માહિતી સંબંધિત મંત્રાલય યોગ્ય સમયે શેર કરશે. જ્યારે અકસ્માત વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઠાકુરે કહ્યું, “સંબંધિત મંત્રાલય યોગ્ય સમયે અકસ્માત વિશેની સંપૂર્ણ માહિતી શેર કરશે.”

આ પહેલીવાર નથી જ્યારે Mi-17 સિરીઝનું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું હોય. છેલ્લા પાંચ વર્ષમાં છ હેલિકોપ્ટર અકસ્માતો થયા છે. જોકે વાયુસેનાના આ MI-17V5 હેલિકોપ્ટરને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. ભારતે તેને રશિયા પાસેથી ખરીદ્યું છે અને 80 Mi-17 હેલિકોપ્ટર માટે ડીલ કરવામાં આવી હતી, જેની સપ્લાય 2011થી શરૂ થઈ હતી અને 2018 સુધીમાં તમામ 80 હેલિકોપ્ટર ભારતમાં આવી ગયા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાણો MI-17 ક્યારે બન્યું અકસ્માતનો શિકાર – આ વર્ષે 18 નવેમ્બરે આ હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં લેન્ડિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યું હતું, પરંતુ સદનસીબે તમામ પાંચ ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે બચી ગયા હતા. એરફોર્સે અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો.

– Mi-17 હેલિકોપ્ટર 23 સપ્ટેમ્બર 2019ના રોજ કેદારનાથ ધામમાં અકસ્માતનો શિકાર બન્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર છ લોકોનો આબાદ બચાવ થયો હતો.

જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં 27 ફેબ્રુઆરી 2019ના રોજ Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એરફોર્સના છ અધિકારીઓ અને એક નાગરિકનું મોત થયું હતું. તપાસમાં સામે આવ્યું છે કે બેદરકારીના કારણે હેલિકોપ્ટર પોતાની જ મિસાઈલથી ક્રેશ થયું હતું.

કેદારનાથ ધામમાં 03 એપ્રિલ 2018ના રોજ Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર છ લોકોનો આબાદ બચાવ થયો હતો.

Mi-17 હેલિકોપ્ટર 06 મે 2017ના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ સાથે જ અન્ય બે લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો: Helicopter Crash: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ CDS બિપિન રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ

આ પણ વાંચો: Gram Panchyat Election : ગુજરાતના આ ગામમાં ચૂંટણી જંગમાં સાસુ -વહુ આમને સામને , જાણો વિગતે

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">