mehbooba muftiએ શાહરૂખના પુત્ર પર કેન્દ્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- ખાન હોવાની ‘સજા’ મળી રહી છે

મુફ્તીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર લખીમપુર ખીરી ઘટનાને નજરઅંદાજ કરી રહી છે. તેને ત્યાં થતી ઘટનાઓ દેખાતી નથી અને સરકારી એજન્સીઓ 23 વર્ષના બાળકને નિશાન બનાવી રહી છે.

mehbooba muftiએ શાહરૂખના પુત્ર પર કેન્દ્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- ખાન હોવાની 'સજા' મળી રહી છે
મહેબૂબા મુફ્તી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 3:03 PM

mehbooba mufti : પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના વડા મહેબૂબા મુફ્તીએ ડ્રગના કેસમાં કાર્યવાહીનો સામનો કરી રહેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

આક્રમક વલણ અપનાવતા મહેબૂબા મુફ્તી (mehbooba mufti)એ કહ્યું કે, શાહરુખના પુત્ર આર્યન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે, ખાન તેના નામ સાથે જોડાયેલ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

મુફ્તીએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર લખીમપુર ખીરી ઘટનાને નજરઅંદાજ કરી રહી છે. તેને ત્યાં થતી ઘટનાઓ દેખાતી નથી અને સરકારી એજન્સીઓ 23 વર્ષના બાળકને નિશાન બનાવી રહી છે. આ સિવાય તેમણે ભાજપ (bjp)ની વોટ બેંકને ખુશ કરવા મુસ્લિમો પર અત્યાચાર ગુજારવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ બાબતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા, મહેબૂબા મુફ્તી (mehbooba mufti)એ ટ્વિટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે, ‘ચાર ખેડૂતોની હત્યાના આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્રના કિસ્સામાં દાખલો બેસાડવાને બદલે, કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરા પછાડ પડી છે. કારણ કે, તે છોકરાની અટક ખાન છે. ન્યાયની મજાક ઉડાવીને, મુસ્લિમોને ભાજપની મુખ્ય વોટ બેંકને ખુશ કરવા અને તેમની ઇચ્છાઓ પૂરી કરવા માટે નિશાન બનાવવામાં આવે છે.

પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી (mehbooba mufti)એ કેન્દ્ર સરકાર પર રાજકીય લાભ માટે ‘બાહુબલીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, જમ્મુ -કાશ્મીરની સ્થિતિ ખરાબ થઈ રહી છે. મુફ્તીએ દાવો કર્યો હતો કે, અનંતનાગ જિલ્લામાં ગુરુવારે સીઆરપીએફના જવાનો દ્વારા ઠાર કરાયેલા મુસ્લિમ વ્યક્તિના સંબંધીઓને મળવા ન દેવા બદલ તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે.

મહેબૂબાએ પોતાના ટ્વિટર પર લખ્યું, ‘જમ્મુ -કાશ્મીર (Jammu and Kashmir)ની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મારો ડર એ હકીકતથી વધારે છે કે, સુધારાને બદલે, ભારત સરકાર ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા માટે બાહુબલી શક્તિનો ઉપયોગ કરવાની નીતિ ચાલુ રાખશે. તેનું કારણ ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણી છે.

તેણે આગળ લખ્યું, ‘આજે ફરી એકવાર હું નજરકેદમાં છું. CRPF સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા એક નિર્દોષ નાગરિકના પરિવારની મુલાકાત લેવા માગે છે. ભારત સરકાર ઈચ્છે છે કે, આપણે પસંદગીની હત્યાઓની નિંદા કરીએ. તેઓ એવા કિસ્સાઓમાં જ ગુસ્સે થાય છે જ્યાં લોકોના ધ્રુવીકરણ માટે નફરતની રાજનીતિ શરૂ કરી શકાય.

સીઆરપીએફ ( CRPF )ના જવાનો દ્વારા પરવેઝ અહમદની હત્યા કરવામાં આવી હતી જ્યારે સુરક્ષા કર્મચારી (Security personnel)ઓએ તેને બોર્ડર પોસ્ટ પાસે રોકવાનો સંકેત આપ્યો હતો, પરંતુ તે પોતાનું વાહન રોકવામાં નિષ્ફળ રહ્યો હતો. શહેરના ઇદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરી હતી તે જ દિવસે તે માર્યો ગયો હતો.

આ પણ વાંચો : Afghanistan: US અને UK એ તેમના નાગરિકોને તાત્કાલિક કાબુલની સેરેના હોટલ ખાલી કરવાની ચેતવણી આપી, ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">