AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેરઠ: ASIને મળ્યું 2,000 વર્ષ જૂનું મૌર્ય ઈંટનું પ્લેટફોર્મ, 42 સેમી લાંબી હતી ઈંટો

યુપીમાં એક જૂના મકાનની ખોદકામ દરમિયાન ઈંટોનો ચબુતરો મળી આવ્યો, જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. જ્યારે આ બાબત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પાસે પહોંચી ત્યારે સામે આવ્યું કે આ મૌર્ય કાળની ઇંટોથી બનેલો એક ચબુતરો છે.

મેરઠ: ASIને મળ્યું 2,000 વર્ષ જૂનું મૌર્ય ઈંટનું પ્લેટફોર્મ, 42 સેમી લાંબી હતી ઈંટો
Meerut
| Updated on: Sep 28, 2021 | 5:21 PM
Share

વર્ષોથી મેરઠ (Meerut) શહેર વચ્ચે અવશેષો તરફ કોઈનું ધ્યાન ગયું ન હતું. પ્રથમ નજરમાં તેના વિશે કંઈ વિશિષ્ટ નહોતું. હવે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ (એએસઆઈ) મેરઠ સર્કલ ગયા વર્ષે જ બનાવવામાં આવ્યા બાદ અવશેષો મૌર્ય કાળના ઈંટના પ્લેટફોર્મ તરીકે ઓળખાયા છે, જે 2,000 વર્ષથી વધુ જૂના છે.

યુપીના મેરઠ શહેરમાં પાવર હાઉસ નજીક એક જૂના મકાનની ખોદકામ દરમિયાન ઈંટોથી બનેલો એક ચબુતરો મળ્યો છે, જે મૌર્ય કાળના આસ પાસનો છે. બચેલા ચબુતરાની લંબાઈ 29 મીટર, પહોળાઈ 30 મીટર અને ઉંચાઈ લગભગ 2 મીટરની આસપાસ છે.

તેમાં જે ઈંટ લાગી છે તે 42 સેમી લાંબી, 26 સેમી પહોળી અને 8 સેમી જાડી છે, જે મૌર્ય કાળના સમ્રાટ અશોકની આસપાસની છે. સમ્રાટ અશોકનું શાસન ઈ.સ પૂર્વ 269થી 232 ઈ.સ પૂર્વ સુધી રહ્યો છે.

હકીકતમાં મેરઠના ધમધમતા શહેરની વચ્ચે વર્ષોથી અવશેષ પર કોઈનું ધ્યાન ગયું ન હતું, જોકે પ્રથમ નજરમાં તેમાં કંઈ ખાસ નહોતું, તેની આસપાસના બાંધકામને કારણે તેનો મોટો ભાગ હવે રહ્યો નથી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું કહેવું છે કે અવશેષો મૌર્ય કાળના એક ઈંટના પ્લેટફોર્મ તરીકે ઓળખાયા છે, જે 2,000 વર્ષથી વધુ જૂનો છે. માળખાની લંબાઈ 29 મીટર, પહોળાઈ 30 મીટર અને ઉંચાઈ 2 મીટર ચબુતરાના રૂપમાં છે.

મેરઠ સર્કલના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારી બ્રજસુંદર ગડનાયકે જણાવ્યું હતું કે ચબુતરામાં જે ઈંટ મળી છે તે 42cm × 26cm × 8cm સાઈઝની છે. તે કહે છે કે અહીં ચિહ્નિત કર્યા પછી વધુ ખોદકામ પણ કરવામાં આવશે અને કેટલીક વધુ વસ્તુઓ મળવાની સંભાવના પણ પૂરી છે.

તેઓ કહે છે કે આ ચબુતરામાં મળેલી ઈંટનું કદ માત્ર અશોક સમ્રાટના મૌર્ય કાળની આસપાસની છે. જોકે, તેમનું કહેવું છે કે આમાં કામ ચાલી રહ્યું છે અને આમાં વધુ કંઈ કહેવું વહેલું છે.

આ પણ વાંચો :- Sardar Udham Singh Teaser: વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ નું ટીઝર રિલીઝ, જબરદસ્ત લુકમાં દેખાયા અભિનેતા

આ પણ વાંચો :- ‘ઝલક દિખલા જા’ શો હોસ્ટ કરવા ગયો હતો Kapil Sharma, વજન ઉતારવાની મળી ગઇ સલાહ અને આ રીતે શરૂ થયો The Kapil Sharma Show

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">