Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat Highlights : ભારતમાંથી થયેલી વિક્રમી નિકાસ, મેક ઈન ઈન્ડિયાનુ શ્રેષ્ઠ ઉદાહરણઃ પીએમ મોદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 12:06 PM

PM Modi Mann Ki Baat Highlights in Gujarati : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મન કી બાત કાર્યક્રમમાં દેશના વિભિન્ન પ્રાંતમાં થઈ રહેલા લોકોપયોગી કાર્યોની વાત કરે છે, તો અનેક એવા લોકોની શોધને પ્રાધાન્ય આપે છે કે જે, અન્યો માટે પણ પ્રેરણાદાયી હોય.

Mann Ki Baat Highlights : ભારતમાંથી થયેલી વિક્રમી નિકાસ, મેક ઈન ઈન્ડિયાનુ શ્રેષ્ઠ ઉદાહરણઃ પીએમ મોદી
Mann Ki Baat, MAY 2022

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં (Mann Ki Baat Program) દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આજે મન કી બાત રેડિયો કાર્યક્રમનો 87મો એપિસોડમાં, યોગ આર્યુવેદ ઉપર ભાર મૂક્યો હતો. તો દેશમાંથી થયેલી વિક્રમી નિકાસને મેક ઈન ઈન્ડિયાની તાકાત તરીકે દર્શાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચૈત્રી નવરાત્રી, ગુડ્ડીપડવા, ઈસ્ટર સહીતના તહેવાર, જળ સંચય સહીતના મુદ્દા પર વડાપ્રધાન વાત કરી હતી. વડાપ્રધાને આયુષ ક્ષેત્રની નિકાસ 22 હજાર કરોડની આસપાસ હતી તે વધીને આજે 1,40 લાખ કરોડની આસપાસ નિકાસ થઈ રહી હોવાનું જણાવ્યુ હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Mar 2022 11:28 AM (IST)

    Mann Ki Baat Live : દિકરીઓને અવશ્ય ભણાવવા અપિલ

    દિકરીઓને જરૂરથી ભણાવવા અપિલ કરતા મોદીએ કહ્યુ કે, જે દિકરીઓનો અભ્યાસ અધવચ્ચે છુટી ગયો છે તેવી દિકરીઓને ફરીથી સ્કુલે અભ્યાસ કરવામાં આવે તે માટે ઝુંબેશ કરવામાં આવી રહી છે.

  • 27 Mar 2022 11:25 AM (IST)

    Mann Ki Baat Live : માધવપુરનો મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ

    ગુજરાતના પોરબંદરમાં સમુદ્ર કાંઠે માધવપુર ગામે ભરાય છે. કહેવાય છે કે, હજારો વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણના લગ્ન, નોર્થ ઈસ્ટના રુકમણી સાથે થયા હતા. તેની યાદમાં આ મેળો ભરાય છે. આમ આ મેળો નોર્થ ઈસ્ટને વેસ્ટ સાથે જોડે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની સુંદર મિશાલ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 87માં કાર્યક્રમમાં જણાવ્યુ હતું.

  • 27 Mar 2022 11:24 AM (IST)

    Mann Ki Baat Live : ચેકડેમ દ્વારા પાણી બચાવવા માટે પીએમ મોદીની હાકલ

    પાણીની સમસ્યા વાળા ગુજરાતમાં પાણી માટે વાવ બનાવવામાં આવી છે. ગુજરાતમાં અનેક સ્થળે વાવ બનાવવામાં આવી છે. વાવને પુનઃજિવીત કરવામાં આવી છે. આવુ અભિયાન સ્થાનિક સ્તરે ચલાવી શકાય. ચેકડેમ બનાવી શકાય.

  • 27 Mar 2022 11:18 AM (IST)

    Mann Ki Baat Live : પાણી બચાવવા માટે બાળકો વોટર વોરિયર્સ બની શકે છે

    મન કી બાતના શ્રોતાઓને અપિલ કરતા કહ્યુ કે પાણીના એક એક ટીપાને બચાવવુ જરૂરી છે. થોડાક ફેરફાર દ્વારા આવી વ્યવસ્થા સૌ કોઈ કરી શકે છે. પાણી બચાવવા માટે મને બાળકો પાસેથી બહુ અપેક્ષા છે. વોટર વોરિયર્સ બનીને પાણી બચાવવામા મદદ કરી શકે છે.

  • 27 Mar 2022 11:14 AM (IST)

    Mann Ki Baat Live : આયુષ સ્ટાર્ટ અપ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત ભાષામાં પણ રજૂ કરવા જોઈએ

    મન કી બાતના 87મા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આયુષ સ્ટાર્ટ અપ બાબતે મારો આગ્રહ છે કે, તેમના ઉત્પાદનો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત ભાષામાં પણ રજૂ  કરાય તો વિશ્વમાં બહુ ઝડપથી સ્ટાર્ટઅપ પ્રસરી શકશે.

  • 27 Mar 2022 11:10 AM (IST)

    Mann Ki Baat Live : બાબા શિવાનંદની ચુસ્તી અને સ્ફ્રુતીએ લોકોને અચંબામાં નાખ્યા

    બાબા શિવાનંદ સતાયુ હોવા છતા તેમની ચુસ્તી અને સ્ફ્રુતી અંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આપણને 100 વર્ષના આર્શિવાદ આપવામાં આવે છે. આગામી 4 એપ્રિલે વિશ્વ સ્વાસ્થય દિવસ મનાવાઈ રહ્યો છે. લોકો હવે આરોગ્ય બાબતે સચેત થયા છે. યુએઈમાં યોગના કાર્યક્રમમાં 114 દેશના નાગરિકોએ ભાગ લઈને વિક્રમ રચ્યો.

  • 27 Mar 2022 11:08 AM (IST)

    Mann Ki Baat Live : નાનો વેપારી પણ સરકારને ચીજવસ્તુ વેચી શકે છે

    દેશ બદલાઈ રહ્યો છે. વ્યવસ્થા પણ બદલાઈ રહી છે. નાનો વેપારી પણ સરકારને તેમની વસ્તુ વેચી શકે છે તેમ જણાવીને વડાપ્રધાને કહ્યુ કે આત્મનિર્ભર ભારતનુ સ્વપ્ન જરૂર પુરુ કરી શકાશે.

  • 27 Mar 2022 11:06 AM (IST)

    Mann Ki Baat Live : વડાપ્રધાને લોકલને ગ્લોબલ બનાવવા કરી હાકલ

    લોકલ ને ગ્લોબલ બનાવવા કરી હાકલ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ભારતમાંથી 400 બિલિયન ડોલર્સની નિકાસ થઈ છે.

  • 27 Mar 2022 11:05 AM (IST)

    Mann Ki Baat Live : મેક ઈન ઈન્ડિયાની તાકાત વધી

    વડાપ્રધાને કહ્યુ કે મેક ઈન ઈન્ડિયાની તાકાત વધી છે.  દેશના ખુણે ખુણેથી પ્રોડક્ટ વિદેશ જાય છે, લદ્દાખની જાણીતી વસ્તુ દુબઈમાં પણ મળે છે. નવી નવી પ્રોડક્ટ નવા નવા દેશમા મોકલાઈ રહ્યાં છે. ગુજરાતના ભાલિયા ઘંઉની નિકાસ કરાઈ છે.

  • 27 Mar 2022 10:57 AM (IST)

    Mann Ki Baat Live : પીએમ મોદીએ જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા

    દર મહિનાની જેમ આ કાર્યક્રમ માટે પીએમ મોદીએ સામાન્ય લોકો પાસેથી સૂચનો અને વિચાર માગ્યા હતા. લોકોએ સોશિયલ મીડિયા દ્વારા મોટી સંખ્યામાં તેમની રજૂઆત અને સૂચનો રજૂ કર્યા છે.

  • 27 Mar 2022 10:55 AM (IST)

    Mann Ki Baat Live ‘મન કી બાત’નો પહેલો એપિસોડ ક્યારે પ્રસારિત થયો હતો ?

    પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો પહેલો કાર્યક્રમ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો.

  • 27 Mar 2022 10:54 AM (IST)

    Mann Ki Baat Live ભાજપના કાર્યકરો પણ સાંભળશે ‘મન કી બાત’

    જેપી નડ્ડા સાથે દેશભરમાં બીજેપીના કાર્યકરો પણ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળશે.

  • 27 Mar 2022 10:52 AM (IST)

    Mann Ki Baat Live જેપી નડ્ડા સાંભળશે પીએમ મોદીની ‘મન કી બાત’

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત” સાંભળશે.

Published On - Mar 27,2022 10:45 AM

Follow Us:
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
g clip-path="url(#clip0_868_265)">