મનીષ સિસોદિયાનું એલાન- સોમવારે ગુજરાતની શાળા જોવા જઈશ, ભાજપે 27 વર્ષમાં કંઈક તો કર્યું જ હશે

દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, બે દિવસ પહેલા ગુજરાતના શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે "જેને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી તેમણે દિલ્હી જવું જોઈએ."

મનીષ સિસોદિયાનું એલાન- સોમવારે ગુજરાતની શાળા જોવા જઈશ, ભાજપે 27 વર્ષમાં કંઈક તો કર્યું જ હશે
Manish Sisodia - File Photo
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Apr 08, 2022 | 7:49 PM

એજ્યુકેશન મોડલને લઈને દિલ્હી (Delhi) અને ગુજરાતના શિક્ષણ મંત્રીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ એલાન કર્યું છે કે તેઓ ત્યાંનું શિક્ષણ મોડલ અને શાળાઓ જોવા ગુજરાત જશે. મનીષ સિસોદિયાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. દિલ્હીના શિક્ષણ મંત્રીએ કહ્યું કે બે દિવસ પહેલા ગુજરાતના શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે “જેને ગુજરાતની શિક્ષણ (Gujarat Education) વ્યવસ્થા પસંદ નથી, તેમણે દિલ્હી જવું જોઈએ”.

હવે મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમના નિવેદનમાં ઘમંડ છે. તેણે આ વિશે ટ્વિટ કર્યું હતું, જેના પર 4.5 લાખ ટ્વિટ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાતના યુવાનોએ તેમના ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મનીષ સિસોદિયાએ વધુમાં કહ્યું કે તેઓ ગુજરાતના શિક્ષણ મંત્રીને પૂછવા માંગે છે કે, શિક્ષણને લઈને તેમનું વિઝન શું છે? મનીષ સિસોદિયાએ ટોણો માર્યો કે તેઓ સોમવારે ગુજરાત જશે અને ગુજરાતની શાળાઓ જોશે. તે જોવા માંગે છે કે ભાજપે તેના 27 વર્ષના શાસન દરમિયાન શિક્ષણ ક્ષેત્રે કંઈક કર્યું હશે.

AAP ગુજરાત જીતવાનું સપનું જોઈ રહી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આ દિવસોમાં રાજકીય પારો ઊંચો છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. પંજાબ જીત્યા બાદ ગુજરાત જીતવાના સપના જોઈ રહેલી આમ આદમી પાર્ટી આમાં કોઈ કસર છોડવા માંગતી નથી. આ જ કારણ છે કે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ સતત ચાલુ રહે છે. ગુજરાતમાં AAP આ દિવસોમાં સંપૂર્ણ રીતે સક્રિય છે અને ભાજપને નિશાન બનાવવાની એક પણ તક હાથથી જવા દેતી નથી.

મનીષ સિસોદિયા ગુજરાતની શાળાઓ જોશે

આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સતત ગુજરાતના પ્રવાસે જઈ રહ્યા છે. તાજેતરમાં CM કેજરીવાલે અમદાવાદમાં તિરંગા યાત્રા કાઢી હતી. આ દરમિયાન તેમની સાથે પંજાબના CM ભગવંત માન પણ હાજર હતા. કેજરીવાલે પણ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા અને પોતાની યોજનાઓ ત્યાંના લોકોની સામે રાખી હતી. હવે મનીષ સિસોદિયાએ જાહેરાત કરી છે કે તેઓ સોમવારે ગુજરાતની શાળાઓની મુલાકાત લેશે.

આ પણ વાંચો:

Fodder Scam: લાલુ પ્રસાદે જામીન માટે વધુ રાહ જોવી પડશે, CBIએ જામીનનો કર્યો વિરોધ, 22મીએ આગામી સુનાવણી

આ પણ વાંચો:

PM મોદી અને RSS વિરુદ્ધ ગઠબંધનની તૈયારીમાં રાહુલ ગાંધી, કહ્યું- વિપક્ષોએ એક સાથે આવવું જોઈએ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati