દિલ્હી સરકારનો મોટો નિર્ણય: આટલા દિવસ સુધી ભીમરાવ આંબેડકરના જીવન પર કરવામાં આવશે નાટક

ફિલ્મ અભિનેતા રોહિત રોયે કહ્યુ હતુ કે, મેં બાબાસાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વની ભૂમિકા ભજવવાનો પૂરો પ્રયાસ કર્યો છે,મને આશા છે કે લોકો આ શો જોશે.

દિલ્હી સરકારનો મોટો નિર્ણય: આટલા દિવસ સુધી ભીમરાવ આંબેડકરના જીવન પર કરવામાં આવશે નાટક
CM Arvind Kejriwal (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:40 PM

Delhi: અરવિંદ કેજરીવાલની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (CM Arwind Kejriwal) કહ્યું હતુ કે દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે બાબા ભીમ રામ આંબેડકર સાહેબના (Baba Bhimrao Ambedkar) જીવન પર નાટકો કરવામાં આવશે. જેમાં 25 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી દરરોજ બે શો થશે, આ શોની ટિકિટ સંપૂર્ણ ફ્રી રહેશે. વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે રોહિત રોય બાબાસાહેબની ભૂમિકા ભજવશે.

આ એક મેગા ઈવેન્ટ હશે: CM કેજરીવાલ

તેના કાર્યક્રમ માટે 100 ફૂટ મોટું અને 40 ફૂટનું ફરતું સ્ટેજ લગાવવામાં આવશે. આ વિશ્વનો સૌથી મોટો સ્ટેજ શો અને એક મેગા ઈવેન્ટ (Mega Event) હશે. હું સામાન્ય લોકોને અપીલ કરીશ કે આ શો જોવા આવે અને બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી બોધપાઠ લે. ઉપરાંત મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યુ કે ડિસેમ્બર મહિનામાં દિલ્હી સરકારે (Delhi Government) નિર્ણય લીધો હતો કે અમે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવન પર એક મોટો કાર્યક્રમ યોજીશુ. આ નાટક 5 જાન્યુઆરીએ શરૂ થવાનું હતું, પરંતુ ઓમિક્રોનને કારણે તેને મુલતવી રાખવું પડ્યું. આ કાર્યક્રમ હવે 25 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે.

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કર્યો હતો આ દાવો

તમને જણાવી દઈએ કે અગાઉ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ (Manish Sisodia) ડિસેમ્બરમાં દાવો કર્યો હતો કે દેશની અગ્રણી વ્યક્તિના જીવન પરનો આ કાર્યક્રમ સૌથી મોટો શો હશે. પરંતુ જ્યારે કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવા અંગે પૂછવામાં આવ્યુ, ત્યારે નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે હાલના ધારાધોરણો અનુસાર થિયેટર અને સિનેમા હોલ ચલાવવામાં આવી રહ્યા છે અને અમે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈશુ.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

વધુમાં તેમણે કહ્યું હતુ કે આ શો ફ્રી હશે, પરંતુ ઓનલાઈન પ્રી-બુકિંગ કરાવવાનું રહેશે. નાટકના અભિનેતા રોહિત રોયે કહ્યુ હતુ કે મેં બાબાસાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વની ભૂમિકા ભજવવાનો પૂરો પ્રયાસ કર્યો છે મને આશા છે કે લોકો આવશે અને શો જોશે.

આ પણ વાંચો : Unnao Murder Case: ઉન્નાવ હત્યા કેસમાં રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કહ્યું- ઉત્તર પ્રદેશમાં આ નવું નથી, ભાજપ જવાબ આપે

g clip-path="url(#clip0_868_265)">