AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનીષ મહેશ્વરીને ટ્વિટર ઇન્ડિયામાંથી હટાવી દેવાયા, હવે અમેરિકામાં કરશે કામ

મનીષ મહેશ્વરીને ટ્વિટર ઈન્ડિયાના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. હવે તેમની બદલી ભારતમાંથી અમેરિકામાં કરવામાં આવી છે, જ્યાં તેઓ કંપનીનુ કામકાજ સંભાળશે.

મનીષ મહેશ્વરીને ટ્વિટર ઇન્ડિયામાંથી હટાવી દેવાયા, હવે અમેરિકામાં કરશે કામ
manish maheshwari
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 6:36 PM
Share

દેશમાં સોશિયલ મીડિયા પર હંગામો વચ્ચે ટ્વિટરે (twitter) મોટો નિર્ણય લીધો. કંપનીએ મનીષ મહેશ્વરીને (Manish Maheshwari) ટ્વિટર ઇન્ડિયામાંથી હટાવી દીધા છે.. હવે તેઓ અમેરિકામાં કંપનીનો બિઝનેસ સંભાળશે. તેમને સાન ફ્રાન્સિસ્કોમાં વરિષ્ઠ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં ટ્વિટર વિવાદમાં રહ્યુ છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ દિલ્લીમાં દુષ્કર્મ પિડીત બાળકીના માતા પિતાની તસવીર ટ્વિટર ઉપર શેર કર્યા બાદ હોબાળો મચ્યો હતો. ભારતના કાયદા અનુસાર ટ્વિટરને પણ સંબધિત સરકારી વિભાગોએ નોટીસ પાઠવીને તાત્કાલિક શેર કરેલ ફોટો ડિલટ કરવા જણાવ્યુ હતું. ત્યાર બાદ, ટ્વિટરે, રાહુલ ગાંધી તેમજ  કોંગ્રેસના અન્ય નેતાઓના પણ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દીધા હતા.

વિવાદો સાથે મનીષનો સંબંધ તમને જણાવી દઈએ કે મનીષ મહેશ્વરી પણ થોડા સમય માટે વિવાદોમાં રહ્યા હતા. ખરેખર, તેણે ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું. જો કે, તે કહેતો હતો કે તે ટ્વિટર અમેરિકાને રિપોર્ટ કરે છે. તેમની ટ્રાન્સફર જાહેર થયા બાદ તેમણે ટ્વિટર હેન્ડલ પર પોતાનો બાયો પણ બદલ્યો નાખ્યો. અગાઉ તેમણે મેનેજિંગ ડિરેક્ટર ઇન્ડિયા લખ્યું હતું, જે હવે ટ્વિટર ઇન્ડિયામાં બિઝનેસમાં બદલાઇ ગયું છે.

આ પૂર્વે પણ ટ્વિટર દ્વારા ઉપરાષ્ટ્રપતિના અંગત ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવી દિધી હતી. તો રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના પદાધિકારીઓના પણ ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવી લીધી હતી.

આ પૂર્વે, ટ્વિટર દ્વારા  તેની વેબસાઇટ ઉપર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે વર્ણાવતો નકશો પ્રદર્શીત કર્યો હતો. ત્યાર બાદ સર્જાયેલા ભારે વિવાદને પગલે, વેબસાઈટ પરથી નકશો પાછો ખેચી લીધો હતો. પરંતુ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવાની ગંભીર બેદરકારી અંગે, ઉતરપ્રદેશના બુલંદ શહેરમાં, ટ્વિટર ઇન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી ( Manish Maheshwari ) સામે ફરીયાદ નોંધાવતા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી પર આઈપીસીની કલમ 505 (2) અને આઈટી અધિનિયમ 2008 ની કલમ હેઠળ ભારતને વિભાજીત સ્વરૂપે નકશમાં દર્શાવવા બદલ કેસ દાખલ કરાયો હતો.

આ પણ વાંચોઃ સોસાયટીમાં પાર્કિંગની જગ્યા નથી તો એકથી વધુ કારની મંજૂરી નહી: બોમ્બે હાઈકોર્ટ

આ પણ વાંચોઃ Viral Video: મમ્મી-પપ્પા ખાઈ રહ્યા હતા આઈસ્ક્રીમ, અચાનક આવી ગયો દીકરો- પછી જે થયું તે જોઈને હસીને લોટપોટ થઈ જશો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">