AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોસાયટીમાં પાર્કિંગની જગ્યા નથી તો એકથી વધુ કારની મંજૂરી નહી: બોમ્બે હાઈકોર્ટ

હાઈકોર્ટે કહ્યું, 'નવી કારની ખરીદી ઓછી થાય તેમ કરવાની જરૂર છે. એક પરિવારને ચાર કે પાંચ વાહનો રાખવાની પરવાનગી આપવી એટલા માટે ખોટું છે કારણ કે તેઓ વાહન ખરીદવા માટે સક્ષમ છે. તમારે જોવું પડશે કે એમની પાસે પાર્કિંગની જગ્યા છે કે નહીં.

સોસાયટીમાં પાર્કિંગની જગ્યા નથી તો એકથી વધુ કારની મંજૂરી નહી: બોમ્બે હાઈકોર્ટ
Bombay High Court ( file photo )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 5:57 PM
Share

મહારાષ્ટ્રમાં વાહનોના પાર્કિંગ માટે ફાળવેલી જગ્યાના સંદર્ભમાં એક સમાન નીતિના અભાવ ઉપર પર દુઃખ વ્યક્ત કરતા, બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) અવલોકન કર્યું છે કે, જેમની પાસે પાર્કિગની પુરતી જગ્યા ના હોય તેવા નાગરિકોને સત્તાવાળાઓએ એકથી વધુ ખાનગી વાહન (Private Vehicles) ધરાવવાની મંજૂરી આપવી જોઈએ નહી.

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે ગુરુવારે કહ્યુ કે, અધિકારીઓએ એવા પરિવારને ચારથી પાંચ વાહનો રાખવાની પરવાનગી આપવી જોઈએ નહી કે જેઓ પાસે માત્ર એક જ ફ્લેટ હોય અને તેમને ત્યાં વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા ના હોય. નવી મુંબઈના રહેવાસીએ કરેલી જાહેર હિતની અરજી ( PIL ) સંદર્ભે બોમ્બે હાઈકોર્ટની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. અરજીકર્તાએ મહારાષ્ટ્ર સરકારે ડેવલપરને ( Developer ) કાર પાર્કિગની માટેની જગ્યા ઘટાડવા માટે મંજૂરી આપતા જાહેરનામાને પડકાર્યુ હતુ.

લોકોને સોસાયટીની બહાર કાર પાર્ક કરવાની ફરજ પડે છે અરજીકર્તાએ જાહેર હિતની અરજીમાં દાદ માગતા જણાવ્યુ હતું કે, ડેવલપર ( Developer ) ગગનચુંબી ઈમારતોમાં પાર્કિગ માટે પૂરતી જગ્યા ફાળવતા નથી. જેના કારણે લોકોને તેમના નિવાસસ્થાનની બહાર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે. હાઈકોર્ટે કહ્યુ કે નવી કારની ખરીદી ઓછી થાય તેવા પ્રયાસ કરવાની જરૂર છે. એક પરિવારને ચાર કે પાંચ વાહનો રાખવાની મંજૂરી એટલા માટે ના દેવાય કે તેઓ વાહન ખરીદવા માટે સક્ષમ છે. એ પણ જોવુ પડશે કે તેમની પાસે વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા છે કે નહી.

હાઈકોર્ટે કહ્યુ કે તમામ રસ્તા પર વાહનોનુ પુર હોય તેવુ લાગે છે. અને રસ્તાનો 30 ટકા ભાગ તો માર્ગની બન્ને તરફ પાર્ક કરાતા વાહનોને કારણે ઓછો થઈ જાય છે. અને આ સામાન્ય થઈ ગયુ છે. આ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને બે સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ સરકારી અધિકારીને 50,000 રૂપિયાનો દંડ

આ પણ વાંચોઃ Radhika Apte પર લાગ્યો ભારતીય કલ્ચરને ખરાબ કરવાનો આરોપ, ટ્વીટર પર ટ્રેન્ડ થયું ‘BoycottRadhikaApte’

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">