Manipur: હંગામા બાદ રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યુ- મણિપુરને સારવારની જરૂર છે, શાંતિ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ
તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનાથી મણિપુરમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા કોંગેસે દાવો કર્યો હતો કે હિંસામાં 200 થી વધારે લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી અને શાંતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
Rahul Gandhi Manipur Visit: મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બે દિવસની મણિપુર મુલાકાતે આજે પહોંચ્યા છે. રાહુલ ગાંધી જ્યારે મણિપુર પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસે એરપોર્ટથી થોડે આગળ તેના કાફલાને અટકાવ્યો હતો. રાહુલને બાયરોડ આગળ જવા દેવામાં આવ્યા ન હતા અને તેને લઈને હંગામો થયો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મણિપુરના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.
કોઈપણ પરિસ્થિતિમાં શાંતિ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ
રાહુલ ગાંધીએ કહ્યું છે કે મણિપુરના સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે અને દરેક તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર તેમને લોકો પાસે જવાથી રોકી રહી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે મણિપુરને સારવારની જરૂર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં શાંતિ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
I came to listen to all my brothers and sisters of Manipur.
People of all communities are being very welcoming and loving. It’s very unfortunate that the government is stopping me.
Manipur needs healing. Peace has to be our only priority. pic.twitter.com/WXsnOxFLIa
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2023
સમર્થકોએ તેનો વિરોધ કર્યો તો પોલીસે બળપ્રયોગ કર્યો
રાહુલ ગાંધી પોતાના સમર્થકો સાથે બિષ્ણુપુર થઈને ચુરાચંદપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેના કાફલાને અટકાવ્યો હતો અને આગળ જવાની ના પાડી હતી. સમર્થકોએ તેનો વિરોધ કર્યો તો પોલીસે તેમના પર બળપ્રયોગ કર્યો. આ ઘટનાને રાહુલ ગાંધીએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. આખા દિવસના હોબાળા બાદ રાહુલ ગાંધી સાંજે ચુરાચંદપુર પહોંચ્યા હતા. અહીં તેઓ રાહત શિબિરમાં ગયા અને વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચો : Bihar: બિહારની સભામાં અમિત શાહના નિતિશ કુમાર પર પ્રહાર, કહ્યુ- PM મોદીના કારણે બન્યા CM
તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનાથી મણિપુરમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા કોંગેસે દાવો કર્યો હતો કે હિંસામાં 200 થી વધારે લોકોના મોત થયા છે. શહેરી અને પહાડી જાતિઓ વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી છે અને શાંતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ પણ વિદેશ યાત્રા પરથી પરત ફર્યા બાદ મણિપુરની સ્થિતિને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.