AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : છત્તીસગઢમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 26 માર્યા ગયા, 1 સૈનિક શહીદ

છત્તીસગઢને નક્સલમુક્ત રાજ્ય બનાવવાની દિશામાં ડીઆરજી સૈનિકોને આજે મોટી સફળતા મેળવી છે. સૈનિકોએ નક્સલવાદીઓના ટોચના કમાન્ડરોને ઘેરી લીધા છે અને એમના એન્કાઉન્ટર ચાલુ છે. અત્યાર સુધીમાં 26 નક્સલીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે જ્યારે એક સૈનિક પણ શહીદ થયો. એન્કાઉન્ટરમાં નક્સલીઓનો મૃત્યુંઆક વધે તેવી સંભાવના છે.

Breaking News : છત્તીસગઢમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 26 માર્યા ગયા, 1 સૈનિક શહીદ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2025 | 2:41 PM
Share

છત્તીસગઢના નારાયણપુરમાં ડીઆરજી જવાનોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી કરી છે. DRG જવાનોએ અબુઝમાડમાં ટોચના નક્સલી કમાન્ડરોને ઘેરી લીધા છે. નારાયણપુર, દાંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવના DRG સૈનિકો સ્થળ પર હાજર છે અને અહીં જિલ્લા સ્તરની ફોર્સ ટીમે ટોચના નક્સલી કમાન્ડરોને ચારેબાજુથી ઘેરી લીધા છે.

DRG સૈનિકોએ હાથ ધરેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં લગભગ 26 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ સંખ્યા હજુ પણ વધી શકે છે. ડીઆરજી જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

સરકારે આ વિસ્તારોને નક્સલમુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આવી સ્થિતિમાં, અહીં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. સેના તરફથી મોટી કાર્યવાહી ચાલી રહી છે. આ ઓપરેશન દરમિયાન સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો.

એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો નક્સલી ઠાર

ગૃહમંત્રી વિજય શર્માએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી છેલ્લા 50 કલાક કરતા પણ વધુ સમયથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 26 નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ છે. સૈનિકોના હથિયારોની તાકાતને કારણે નક્સલવાદીઓ સામે વધુ એક મોટી સફળતા મળી છે.

વિજય શર્માએ વધુમાં કહ્યું કે, આ વિસ્તારમાં સંતાયેલા નકસલીઓની શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે. તપાસ દરમિયાન કેટલાક વધુ મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. એક સૈનિક ઘાયલ થયો છે પરંતુ તે ખતરાથી બહાર છે. જ્યારે એક સૈન્ય જવાન શહીદ થયો છે. આ એન્કાઉન્ટરમાં નક્સલી નેતા રાજુ માર્યો ગયો હોવાના પણ સમાચાર છે, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું.

દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">