Maharashtra-Jharkhand Election Dates: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની આજે થશે જાહેરાત, બપોરે 3.30 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, જ્યારે પાંચમી ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં પંચની ટીમે ઝારખંડની મુલાકાત લીધી હતી.

Maharashtra-Jharkhand Election Dates: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની આજે થશે જાહેરાત, બપોરે 3.30 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
Maharashtra Jharkhand assembly elections
Follow Us:
| Updated on: Oct 15, 2024 | 9:22 AM

ચૂંટણી પંચ આજે બપોરે 3.30 કલાકે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. આયોગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ માટે તેમણે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી છે. આ કોન્ફરન્સમાં બન્ને રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચ આજે ચૂંટણીની તારિખો જાહેર કરશે

288 બેઠકોવાળી મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થાય છે, જેનો અર્થ છે કે તે પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ. 81 સીટોવાળી ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થશે. લગભગ 50 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, તેથી ચૂંટણી પંચ તેમના માટે પણ ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

ચૂંટણી પંચ લગભગ 50 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી શકે છે. આમાં વાયનાડ લોકસભા સીટ પણ સામેલ છે. આ બેઠક પરથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી જીત્યા હતા. તેઓ અમેઠીથી પણ ચૂંટણી લડ્યા હતા, જ્યાં તેઓ જીત્યા હતા. બંને બેઠકો જીત્યા બાદ તેમણે વાયનાડ બેઠક ખાલી કરી હતી. કોંગ્રેસે જાહેરાત કરી છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ સીટ માટે પાર્ટીના ઉમેદવાર હશે.

Chana : બાફેલા ચણા ખાવા કે શેકેલા ચણા, બે માંથી વધારે ફાયદાકારક કોણ છે?
આજનું રાશિફળ તારીખ : 15-10-2024
Rice For Skin Care : ચોખાનું પાણી સ્કીન માટે છે વરદાન, જાણો તેના ફાયદા
વાળને સફેદ થતા કેવી રીતે રોકવા ?
ગળામાં મીનાકારીનો હાર, કપાળ પર બિંદી, રાધિકા મર્ચન્ટ ગરબા નાઇટમાં રાણીની જેમ થઈ તૈયાર
શરીરમાં ગેસ, અનિદ્રા, હાડકાંનો દુખાવો સહિતની આ 7 બીમારી માટે જાણો રામબાણ ઈલાજ, જુઓ Video

મહારાષ્ટ્રમાં શું છે સ્થિતિ?

મહારાષ્ટ્રના શાસક ગઠબંધન મહાયુતિમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. આ ગઠબંધન મહા વિકાસ અઘાડી સાથે સ્પર્ધા કરશે, જેમાં કોંગ્રેસ, શરદ પવારના નેતૃત્વવાળી NCP (NCP-SP) અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)નો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે લીધી ઝારખંડની મુલાકાત

તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં પંચની ટીમે ઝારખંડની મુલાકાત લીધી હતી. તમામ પક્ષો પાસેથી ચૂંટણી અંગેના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. નેતાઓએ દિવાળી, છઠ અને રાજ્યની રચનાને ટાંકીને 15 નવેમ્બર પછી ચૂંટણી યોજવા વિનંતી કરી હતી.

ગુજરાત વિધાન સભાની બે બેઠકો માટે પેટા ચૂંટણીની પણ આમાં જાહેરાત થઈ શકે છે. વિસાવદર અને વાવની આ બન્ને બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને પણ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાસભા ચૂંટણીની જાહેરાતની સાથે થઈ શકે છે.

વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
g clip-path="url(#clip0_868_265)">