કાળા ચણાને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેથી માંસપેશીઓ વધારવા અને વજન ઘટાડવા માટે આહારમાં તેનો સમાવેશ કરવો એ એક ઉત્તમ વિકલ્પ છે.
પ્રોટીનનો સ્ત્રોત
પ્રોટીનની સાથે કાળા ચણામાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોપર, મેંગેનીઝ, વિટામિન સી, B1, B2, B3, B5, B6, અને B9 પણ હોય છે.
ચણામાં પોષણનો ખજાનો
લોકો પોતાના ડાયટમાં ચણાને અલગ-અલગ રીતે સામેલ કરે છે. જેમાં લોકો નાસ્તામાં ચણાને બાફીને વઘાર કરીને ખાવાનું પસંદ કરે છે. જ્યારે લોકો નાસ્તામાં શેકેલા ચણા પણ લે છે.
ડાયટમાં ચણા
બાફેલા ચણા કરતાં શેકેલા ચણા વધુ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેટલીકવાર પાણીમાં રાંધતી વખતે ખોરાકનું પોષણ ઓછું થઈ જાય છે.
શેકેલા અથવા બાફેલા ચણા
શેકેલા ચણામાં વધુ પોષણની ક્ષમતા હોય છે, પરંતુ તે પાણીને શોષી શકે છે અને વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
શેકેલા ચણાના ગેરફાયદા
શેકેલા ચણા દિવસ દરમિયાન હેલ્ધી નાસ્તો બની શકે છે. કારણ કે તે પોષણથી ભરપૂર છે અને તેમાં કેલરી ઓછી છે અને એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.
એનર્જી આપે છે
શેકેલા ચણા દિવસ દરમિયાન નાસ્તા તરીકે ખાઈ શકાય છે, જ્યારે બાફેલા ચણા સવારે નાસ્તામાં ખાવા જોઈએ. કારણ કે તે પચવામાં સરળ છે અને પેટમાં ભારેપણું નથી લાગતું.