Maharashtra: પીએમ મોદી સોમવારે પુણેની મુલાકાતે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે નહી રહે હાજર, શું છે કારણ ?

PM નરેન્દ્ર મોદી રવિવારે (6 માર્ચ) પુણેની મુલાકાતે છે. અહીં તેઓ પુણે મેટ્રોનું ઉદ્ઘાટન કરવાના છે. પરંતુ આ પ્રસંગે સીએમ ઉદ્ધવ ઠાકરે પીએમને સમર્થન આપવા માટે હાજર રહેવાના નથી.

Maharashtra: પીએમ મોદી સોમવારે પુણેની મુલાકાતે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે નહી રહે હાજર, શું છે કારણ ?
CM Uddhav Thackeray & PM Narendra ModiImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 11:57 PM

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે (6 માર્ચ) પુણેની મુલાકાતે છે. અહીં તેઓ પુણે મેટ્રોનું (Pune Metro) ઉદ્ઘાટન કરવાના છે. પરંતુ આ પ્રસંગે સીએમ ઉદ્ધવ ઠાકરે પીએમને સમર્થન આપવા માટે હાજર રહેવાના નથી. PMની પુણે મુલાકાત દરમિયાન CMના ગેરહાજર રહેવાના સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રીને બદલે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હાજર રહેશે. આખરે શું કારણ છે કે પુણે મેટ્રોના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ગેરહાજર રહેશે. શનિવારે શરદ પવારે પુણેમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, પીએમ મોદીના પુણે આવવામાં કોઈ વાંધો નથી, પરંતુ અડધા પૂરાં થયેલા કામનું ઉદ્ઘાટન કરવાને બદલે પીએમએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાનું કામ પૂર્ણ કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.

આ અંગે જ્યારે ભાજપનો જવાબ માંગવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી ભગવત કરડે જવાબ આપ્યો કે શરદ પવાર શું કહી રહ્યા છે, આના પર ધ્યાન આપવાને બદલે હાલમાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે પીએમની પુણે મુલાકાતમાં સીએમની ગેરહાજરીના સમાચાર આવ્યા છે. આ પાછળનું કારણ શું છે?

થોડા મહિના પહેલા સીએમ ઉદ્ધવ ઠાકરેની ગરદન અને કમરના દુખાવાની સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોએ તેને મુસાફરી કરવાની મનાઈ કરી છે. રવિવારના કાર્યક્રમમાં હાજર ન રહેવા માટે આ કારણ આપવામાં આવ્યું છે. આ પહેલા પણ ભાજપ તરફથી મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઈને ટીપ્પણીઓ થઈ ચુકી છે. ગત વિધાનસભા સત્રમાં પણ મુખ્યમંત્રી ગેરહાજર રહ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તાજેતરમાં સત્રની શરૂઆત પહેલા તેનો બહિષ્કાર ભાજપે કર્યો હતો, પરંતુ મુખ્યમંત્રીએ હાજરી આપી ન હતી. તાજેતરમાં, જ્યારે પીએમ મોદી ભારત રત્ન લતા મંગેશકરના અંતિમ સંસ્કાર દરમિયાન મુંબઈ આવ્યા હતા, ત્યારે તેમણે મુંબઈના શિવાજી પાર્કમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ટૂંકી વાતચીત કરી હતી. પરંતુ ફરી એક વખત ભારતના વડાપ્રધાન એક મહત્વના કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યારે સીએમ હાજર રહેવાના નથી.

પીએમ મોદી પુણેમાં વિવિધ વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે પુણે મેટ્રોનું ઉદઘાટન કરશે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તૈયાર કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ દરમિયાન એસપીજી અને પુણે પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેટ્રો સ્ટેશનની આસપાસ તૈનાત કરવામાં આવ્યા છે. પાલિકામાં 150 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. જેની પાસે પાસ હશે તેને જ પાલિકામાં પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો :  મુંબઈગરાઓને નવા પોલીસ કમિશનરે આપી ભેટ, હવેથી ગાડી ઉપાડીને નહી લઈ જઈ શકે પોલીસ, શરતો લાગુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">