Ahmedabad: મેટ્રોના ભોગે મિલકત ગુમાવનારા ઉદ્યોગકારો હાઇકોર્ટના દ્વારે, હાઈકોર્ટે મેટ્રોનું કામ કરતી કંપનીને જમીન ફાળવવા આદેશ કર્યો
આ કંપની દ્વારા અનેક વખત ફોલ્ટી ડિઝાઈન તૈયાર કરવાના કારણે વારંવાર દુકાનદારોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જેના કારણે હાઇકોર્ટ પણ હવે લાલ આંખ કરી છે અને ખાનગી કંપનીને 28 તારીખ ના રોજ જવાબ રજૂ કરવા માટેનો સમય આપ્યો છે.
અમદાવાદ (Ahmedabad)ધીરે ધીરે વિકાસનો પર્યાય બનતુ જઇ રહ્યુ છે. સતત વિકાસ થઈ રહેલા અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન (Metro Train) નું નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે. પરંતુ આ કાર્યમાં ખાનગી કંપનીની બેદરકારીને કારણે અનેક વ્યવસાયકારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં અનેક વખત રજુઆત કર્યા બાદ પણ નિકાલ ન આવતા વ્યવસાય કારો હવે હાઇકોર્ટ (High Court)ના દ્વારે પહોંચ્યા છે.
એકતરફ અમદાવાદમાં મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તો બીજીબાજુ મેટ્રોના ભોગે મિલકત ગુમાવનારા લોકોને ન્યાય મળ્યો નથી. અમદાવાદના પૂર્વ ભાગમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં મેટ્રોનું કામ પૂરું થઈ ગયું અને મેટ્રો દોડવા પણ લાગી છે, પરંતુ મેટ્રો રૂટને કારણે અહીંના દુકાનદારોની જમીન સંપાદિત કરવામાં આવી હતી અને તેમને અન્ય જમીનની ફાળવણી કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક સ્ક્વેર ફૂટના 650 રૂપિયા લેખે ભાડાની પર ચૂકવણી કરવાનો આદેશ હતો. પરંતુ કંપની દ્વારા માત્ર 152 રૂપિયાનું ચુકવણું કરવાનું કહેવામાં આવતા દુકાનદારો નારાજ થયા છે.
ત્યારે આવા અનેક વ્યવસાયકારોને હાલાકી ભોગવવાનો વારો આવતા હવે તેમના દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. જે મામલે હાઈકોર્ટે મેટ્રોનું કામ કરતી કંપનીને ફટકાર લગાવી અને તાત્કાલિક આ તમામ દુકાનદારોને જમીનની ફાળવણી કરવા માટે જણાવ્યું છે. સમગ્ર મામલે ખાનગી કંપનીને 28 તારીખે જવાબ રજૂ કરવાનો સમય અપાયો છે.
ઉપરાંત આ કંપની દ્વારા અનેક વખત ફોલ્ટી ડિઝાઈન તૈયાર કરવાના કારણે વારંવાર દુકાનદારોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જેના કારણે હાઇકોર્ટ પણ હવે લાલ આંખ કરી છે અને ખાનગી કંપનીને 28 તારીખના રોજ જવાબ રજૂ કરવા માટેનો સમય આપ્યો છે.
આ પણ વાંચો-
Mandi: અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 10910 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો-