મદ્રાસ હાઈકોર્ટનો મોટો નિર્ણય , તમિલનાડુના મંદિરોમા મોબાઈલ પર પ્રતિબંધ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Pinak Shukla

Updated on: Dec 03, 2022 | 3:07 PM

તમિલનાડુના મંદિરોમા Mobile ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મંદિરમા દર્શન કરવા જનાર ભક્તોને તેમના મોબાઈલ ફોન પરિસરની બહાર અથવા તો મંદિરની પરિસરમા બનાવેલ મોબાઈલ લોકર રુમમા સુરક્ષિત મુકવાનો રહેશે.

મદ્રાસ હાઈકોર્ટનો મોટો નિર્ણય , તમિલનાડુના મંદિરોમા મોબાઈલ પર પ્રતિબંધ
મદ્રાસ હાઈકોર્ટનો મોટો નિર્ણય , તમિલનાડુના મંદિરોમા મોબાઈલ પર પ્રતિબંધ

દેશના ઘણા ધાર્મિક સ્થળો પર મોબાઈલ પર પ્રતિબંધ જોવા મળે છે. હવેથી તમિલનાડુના મંદિરોમા મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મંદિરમા દર્શન કરવા જનાર ભક્તોને તેમના મોબાઈલ ફોન પરિસરની બહાર અથવા તો મંદિરની પરિસરમા બનાવેલ મોબાઈલ લોકર રુમમા સુરક્ષિત મુકવાનો રહેશે. પરંતુ તે મંદિરની અંદર ફોન સાથે પ્રવેશ શકશે નહી. મદ્રાસ હાઈકોર્ટએ તમિલનાડુના બધા મંદિરોમા મોબાઈલ સાથે પ્રવેશને વર્જીત કરેલ છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આપેલ આદેશ મુજબ ભક્તો મંદિરમા મોબાઈલ સાથે પ્રવેશ નહી મળે.

મંદિરમા મોબાઈલના પ્રતિબંધનુ મોટુ કારણ ધાર્મિક સ્થળો પર પવિત્રતા અને મર્યાદા જળવાય રહે તે છે. લોકોને મોબાઈલ મુકવામા અસુવિધા ઉત્પન્ન ન થાય તે માટે મંદિરના પરિસરમા મોબાઈલ ડિપોજિટ લોકર બનાવવામા આવશે જેથી લોકો તેમનો મોબાઈલ ફોન સુરક્ષિત મુકી શકે અને ચિંતામુક્ત થઈને ભગવાનના દર્શન કરી શકે. દેશના સુપ્રસિધ્ધ મંદિરમા સામાન્ય રીતે આ પ્રકારની સુવિધા જોવા મળે છે.

મંદિરની સુરક્ષા કર્મચારીની નિમણૂક કરવામા આવશે

કોર્ટના આદેશ મુજબ નિયમનુ પાલન યોગ્ય થવુ જોઈએ. નિયમનુ પાલન સારી રીતે થાય તે માટે સુરક્ષા કર્મચારીમા વધારો કરવામા આવશે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે ‘હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ ડિપાર્ટમેન્ટ’ને આ આદેશનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં, થૂથુકુડીમાં તિરુચેન્દુરના શ્રી સુબ્રમણિયા સ્વામી મંદિરના એમ. સીતારામન દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમને અરજીમા મંદિરોમા મોબાઈલ પર પ્રતિબંધની માંગ કરી હતી જેથી ભક્તો મંદિરમા ફોટા અને વિડીયોગ્રાફી ન કરી શકે. તેમના મત મુજબ આ આગમ નિયમો ના વિરુદ્ધમા છે અને સુરક્ષાને હાનિ પોંહચાડી શકે છે.

લોકર રુમમા મોબાઈલ મુકી શકાશે

સીતારમને કહ્યુ કે દર્શન માટે આવેલી મહિલાઓની પરવાનગી વગર તેમના ફોટા પાડવામા આવે છે. જેનો લોકો દુર ઉપયોગ કરી શકે છે. અરજીકર્તા એ કહ્યુ કે ધાર્મિક પવિત્રતા અને સુરક્ષાને ધ્યાનમા રાખતા મદુરાના મીનાક્ષી સુંદરેશ્વર મંદિરમા મોબાઈલ પર પ્રતિબંધ કરવામા આવ્યો હતો અને મંદિર પરિસરની બહાર લોકર રુમમા પોતાનો ફોન સુરક્ષિત મુકી શકે તેવી વ્યવસ્થા કરવામા આવેલ છે જેથી લોકો ચિંતા વગર મંદિરમા ભગવાનના દર્શન કરી શકે છે.મોબાઈલ લોકરમા મુકવાની એક આગવી પ્રક્રિયા હશે જેથી ફોનની સુરક્ષા બની રહે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati