હવે રસીકરણ ઝડપી થશે, લગ્નમાં ખાણી-પીણીના સ્ટોલ સાથે કોરોના વેક્સિન માટેનો સ્ટોલ ! આનંદ માણો અને રક્ષણ મેળવો

રસીકરણ અભિયાનની ઝડપ વધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગ્ન સમારોહમાં સ્ટોલ ઉભો કરવો એ પણ આવા જ એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

હવે રસીકરણ ઝડપી થશે, લગ્નમાં ખાણી-પીણીના સ્ટોલ સાથે કોરોના વેક્સિન માટેનો સ્ટોલ ! આનંદ માણો અને રક્ષણ મેળવો
Vaccination Stall In Wedding Function
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 8:07 PM

મધ્યપ્રદેશના રતલામમાં કોરોના રસીકરણને (Ratlam Corona Vaccination) પ્રોત્સાહન આપવા માટે એક અનોખું પગલું ભરવામાં આવ્યું છે. લગ્ન સમારોહમાં ખાણી-પીણીના સ્ટોલની સાથે સાથે કોરોનાની રસીનો સ્ટોલ (Vaccination Stall) પણ લગાવવામાં આવી રહ્યો છે. જેથી લગ્નમાં આવનારા લોકો કે જેમને હજુ સુધી રસી ન મળી હોય તેઓ રસીકરણ કરાવી શકે. લગ્ન સમારોહમાં (Wedding Function) લેવાયેલા આ પગલાની સર્વત્ર પ્રશંસા પણ થઈ રહી છે.

ઝડપી રસીકરણ માટે વિવિધ પ્રયાસો અન્ય રાજ્યોની જેમ મધ્યપ્રદેશમાં પણ રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાનની ઝડપ વધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગ્ન સમારોહમાં સ્ટોલ ઉભો કરવો એ પણ આવા જ એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. રતલામમાં લગ્ન સમારોહમાં ખાણી-પીણીના સ્ટોલની સાથે રસીકરણ સ્ટોલની પણ પહેલ કરવામાં આવી રહી છે.

સમાચાર અનુસાર, રવિવારે રાત્રે એક લગ્ન સમારોહમાં કોરોના રસીકરણનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. લગ્નમાં આવેલા ઘણા મહેમાનોએ ત્યાં વેડિંગ ફંક્શનમાં રસીકરણ પણ કરાવ્યું હતું. લગ્ન પ્રસંગમાં રસીકરણના સ્ટોલ લગાવવાની વાત પ્રથમવાર સામે આવી છે. સાંભળવામાં ચોક્કસથી અજીબ લાગશે પરંતુ લગ્નમાં પધારેલા મહેમાનો આ પગલાના ખૂબ વખાણ કરી રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

લગ્ન સમારોહમાં કોરોના રસીકરણ લગ્નમાં આવેલા મહેમાનો કહે છે કે સામાન્ય દિવસોમાં તેમને રસીકરણ કરાવવાનો સમય મળતો નથી. પરંતુ જો આવા સમારોહમાં રસી લેવાની સુવિધા મળશે, તો તે તેમના માટે ખૂબ અનુકૂળ રહેશે. આ સાથે લોકોએ જિલ્લા પ્રશાસનના પણ વખાણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે જો લગ્ન સમારોહનું આયોજન કરનાર પરિવાર 50 લોકોને કોરોના રસીકરણ કરાવવા માંગે છે, તો વહીવટીતંત્ર આરોગ્ય કર્મચારીઓની ટીમ સાથે કેન્દ્ર માટે વ્યવસ્થા કરશે.

આનંદ માણતી વખતે કોરોનાની રસી લગાવો લોકોની પહેલ અને વહીવટની સાથે-સાથે દરેક જગ્યાએ વખાણ પણ થઈ રહ્યા છે. રતલામમાં લગ્ન સમારોહમાં આવનાર મહેમાનોને સ્થળમાં જ રસી લગાવવાની સુવિધા મળી રહી છે. આ સાથે લોકોને રસીકરણ કેન્દ્રમાં જવાની જરૂર નહીં પડે. રસી મેળવીને લોકો સરળતાથી લગ્નનો આનંદ માણી શકે છે. રતલામમાં આ દિવસોમાં રસીકરણના સ્ટોલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જેના કારણે સરકારનું રસીકરણ અભિયાન પણ વેગ પકડી રહ્યું છે.

આ પણ વાંચો : Jammu Kashmir: શ્રીનગરના હૈદરપોરામાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો

આ પણ વાંચો : સલમાન ખુર્શીદના ઘરે તોડફોડ કરી અને આગ લગાવવામાં આવી, કોંગ્રેસ નેતાએ કહ્યું- શું હું હજુ પણ ખોટો છું, શું આ હિન્દુત્વ હોઈ શકે?

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">