AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh : મધ્યપ્રદેશમાં પૂરના કહેરથી 1171 ગામો થયા પ્રભાવિત, સેનાની લેવાઈ મદદ

મધ્યપ્રદેશમાં પૂરનો કહેર યથાવત છે. રાજ્યના શિવપુરી, શેઓપુર, દાતિયા, ગ્વાલિયર, ભીંડ તેમજ રીવા જિલ્લાના 1171 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. CM શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

Madhya Pradesh : મધ્યપ્રદેશમાં પૂરના કહેરથી 1171 ગામો થયા પ્રભાવિત, સેનાની લેવાઈ મદદ
Madhya Pradesh Flood
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 1:52 PM
Share

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે. રાજ્યમાં ગ્વાલિયર-ચંબલ વિસ્તારના શિવપુરી, શેઓપુર, દાતિયા, ગ્વાલિયર, ભીંડ સાથે રેવા જિલ્લાના 1171 ગામો પૂર અને વરસાદથી પ્રભાવિત થયા છે. જેમાં હજુ 200 ગામોમાં પૂરની સ્થિતિ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, સી.એમ. શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (ShivrajSinh Chauhan) બુધવારે સવારે ચંબલ અને ગ્વાલિયરના પૂરગ્રસ્ત વિસ્તારો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આપને જણાવવું રહ્યું કે, રાત્રિ દરમિયાન શરૂ કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવવા માટે એરફોર્સનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે. આપને જણાવવું રહ્યું કે, મુખ્યમંત્રી આજે પૂરગ્રસ્ત વિસ્તારોને હવાઈ પ્રવાસ મારફતે નિહાળશે.

સી.એમ. શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,”હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યું છે અને 700 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ઉપરાંત જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી.”

પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ-CM

CM શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પુરગ્રસ્ત વિસ્તારોની (Flood Affect Area) પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત જણાવ્યું હતુ કે, વાયુસેનાના અધિકારીઓ સાથે અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે અમે સતત સંપર્કમાં છીએ. આથી લોકોને અફવા પર ધ્યાન ન આપવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, મડીખેડા ડેમમાં (Madikheda Dam) 12,500 ક્યુસેક પાણી ડેમમાં છોડવામાં આવી રહ્યું હતું અને બાદમાં માત્ર 10,500 ક્યુસેક પાણી છોડવામાં આવતા આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

આ પણ વાંચો: Viral Video : મધ્ય પ્રદેશમાં પૂરને કારણે થયેલ તબાહીનો વિડીયો થયો વાયરલ

આ પણ વાંચો: Sugarcane Farmer: શેરડી પકવતા ખેડુતોનાં બાકી ઋણ મુદ્દે કેન્દ્ર અને 16 રાજ્યને નોટીસ, સુગરમિલોએ નથી ચુકવ્યા 8000 કરોડ રૂપિયા

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">