Lucknow: રક્ષાપ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ મિસાઈલ યુનિટનો શિલાન્યાસ કર્યો, કહ્યું ”એવી શક્તિ હોવી જોઈએ કે કોઈ નજર ઉઠાવીને પણ ન જુએ”
પાકિસ્તાનનું નામ લીધા વિના રાજનાથસિંહે કહ્યું કે હું તમને ઉરી અને પુલવામાની ઘટના યાદ કરાવવા માગુ છું. એક આપણો પાડોશી દેશ છે, જેના કારણે પુલવામામાં આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તે પછી આપણા વડાપ્રધાને નિર્ણય લીધો અને અમે તે દેશની ધરતી પર જઈને આતંકવાદીઓને ખતમ કર્યા.
રક્ષાપ્રધાન (Minister of Defense) રાજનાથ સિંહે (Rajnath Singh) રવિવારે લખનઉમાં બ્રહ્મોસ મિસાઈલ (brahmos missiles) મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે અમે બ્રહ્મોસ બનાવવા માગીએ છીએ, જેથી દુનિયાનો કોઈ દેશ ભારત તરફ ખરાબ નજરથી જોવાની હિંમત ન કરી શકે. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ડિફેન્સ ટેક્નોલોજી એન્ડ ટેસ્ટિંગ સેન્ટર અને બ્રહ્મોસ મેન્યુફેક્ચરિંગ સેન્ટરના શિલાન્યાસ બાદ સભામાં સંબોધન કર્યુ, “અમે બ્રહ્મોસ મિસાઈલ (brahmos missiles) બનાવી રહ્યા છીએ, અન્ય સંરક્ષણ સાધનો (Defense equipment) અને હથિયારો બનાવી રહ્યા છીએ તો વિશ્વના કોઈ પણ દેશ પર હુમલો કરવા માટે નથી બનાવી રહ્યા”
રાજનાથસિંહે કહ્યું “અમે ભારતની ધરતી પર બ્રહ્મોસ બનાવવા માગીએ છીએ, જેથી કરીને ભારતમાં ઓછામાં ઓછી એટલી શક્તિ હોય કે વિશ્વનો કોઈ દેશ ભારત તરફ ખરાબ નજરથી જોવાની હિંમત પણ ન કરે.” પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે હું તમને ઉરી અને પુલવામાની ઘટનાઓ યાદ કરાવવા માગુ છું. એક આપણો પાડોશી દેશ છે, જેના કારણે પુલવામામાં આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તે પછી આપણા વડાપ્રધાને નિર્ણય લીધો અને અમે તે દેશની ધરતી પર ગયા અને આતંકવાદીઓને ખતમ કર્યા.
‘જો કોઈ ખરાબ નજર નાખે તો અમે સરહદ પારથી કાર્યવાહી કરી શકીએ છીએ’
રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું હતું કે અમે હવાઈ હુમલામાં પણ સફળ થયા હતા. અમે એ સંદેશ આપવા માગીએ છીએ કે જો કોઈ અમારી તરફ ખરાબ નજરથી જુએ છે તો અમે સરહદ પાર કરીને કાર્યવાહી કરી શકીએ છીએ, આ ભારતની તાકાત છે. સંરક્ષણ પ્રધાને સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતા કહ્યું “આજે અહીં બંને એકમોનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આપણા દેશની સુરક્ષાના દૃષ્ટિકોણથી આ મહત્વપૂર્ણ છે, સાથે જ તે ઉત્તર પ્રદેશને સંરક્ષણ ઉત્પાદન એકમ ક્ષેત્રમાં વિશેષ સ્થાન બનાવવામાં સફળ થશે.
તેમણે કહ્યું “આ લોકોને અહીં રોજગાર પણ મળશે અને ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થામાં એક નવો અધ્યાય ઉમેરાશે.” સંરક્ષણ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન આપતાં રાજનાથસિંહે મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે “મેં કલ્પના નહોતી કરી કે છ, આઠ, દસ મહિનામાં પણ જમીન સંપાદન શક્ય બનશે, પરંતુ મુખ્યમંત્રીએ દોઢ મહિનામાં આ પ્રોજેક્ટ માટે બે ફંડ આપ્યા. 200 એકર જમીન ઉપલબ્ધ કરાવી છે.”
‘બ્રહ્મોસ મિસાઈલ હવે લખનઉમાં જ બનશે’
તેમણે માફિયાઓ પર કાબુ મેળવવા માટે યોગીના વખાણ કર્યા અને કહ્યું કે “યોગીજી દરેક કામમાં ઉદારતા બતાવે છે, પરંતુ એક કામમાં કંગાળ છે, તેઓ માફિયાના મામલામાં કોઈ છૂટ આપતા નથી. બધે બુલડોઝર ચાલી રહ્યા છે, જેના પરિણામે માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાંથી રોકાણકારો તેમના નાણાંનું રોકાણ કરવા માટે ઉત્તર પ્રદેશ આવી રહ્યા છે. તેમણે પ્રખ્યાત મંદિરોના જીર્ણોદ્ધાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
135 કરોડ લોકોની સુરક્ષામાં કોઈ નુકસાન નહીં થવા દઈએ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં કહ્યું કે હવે બ્રહ્મોસ મિસાઈલ લખનઉમાં જ બનાવવામાં આવશે અને અહીં નવા સંશોધન કરવામાં આવશે અને તેનાથી ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને તેણે હંમેશા વિશ્વને મિત્રતા અને શાંતિનો સંદેશ આપ્યો છે, પરંતુ આપણો મિત્રતા અને કરુણાનો સંદેશ માનવતાના કલ્યાણને ધ્યાનમાં રાખીને છે.
તેનો મતલબ એ નથી કે આપણે આપણા દેશના 135 કરોડ લોકોની સુરક્ષાને કોઈપણ પ્રકારનું નુકસાન થવા દઈએ. યોગીએ કહ્યું કે છેલ્લા સાડા સાત વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ઓપરેશનને સૌએ જોયા જ હશે, દરેક વ્યક્તિ માને છે કે આ નવું ભારત છે, છેડતા નથી, પરંતુ જો કોઈ ચીડવે છે તો તેને છોડતા પણ નથી”
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા બાદ બરફથી ઢંકાયા પર્વતો, આ રાજ્યોમાં 29 ડિસેમ્બર સુધી વરસાદની આગાહિ