AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Hazare Trophy: હિમાચલ પ્રદેશ પહેલીવાર બન્યું ચેમ્પિયન, માત્ર 8 મેચ રમનાર બેટ્સમેને તમિલનાડુ પાસેથી ટ્રોફી છીનવી લીધી

Vijay Hazare Trophy 2021-22: હિમાચલ પ્રદેશની જીતમાં યુવા ઓપનર શુભમ અરોરાએ મોટી ભૂમિકા ભજવી હતી. તેની માત્ર 8મી લિસ્ટ A મેચ રમતા શુભમ અરોરાએ 131 બોલમાં અણનમ 136 રન બનાવ્યા હતા.

Vijay Hazare Trophy: હિમાચલ પ્રદેશ પહેલીવાર બન્યું ચેમ્પિયન, માત્ર 8 મેચ રમનાર બેટ્સમેને તમિલનાડુ પાસેથી ટ્રોફી છીનવી લીધી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 6:10 PM
Share

Vijay Hazare Trophy: હિમાચલ પ્રદેશે વિજય હજારે ટ્રોફી 2021-22 (Vijay Hazare Trophy)ની ફાઈનલમાં તમિલનાડુને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (Sawai Mansingh Stadium Jaipur)માં રમાયેલી ટાઈટલ મેચમાં હિમાચલનો 6 વિકેટે વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુએ 49.4 ઓવરમાં 314 રન બનાવ્યા, જવાબમાં હિમાચલે 47.3 ઓવરમાં 299 રન બનાવ્યા, પરંતુ મેચની અંતિમ સમયે અંધારું છવાય ગયું. આ પછી VJD પદ્ધતિ હેઠળ હિમાચલને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે હિમાચલે પહેલીવાર કોઈ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ (Domestic Tournament) જીતી છે. હિમાચલે પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતી હતી.

હિમાચલ પ્રદેશની જીતમાં યુવા ઓપનર શુભમ અરોરાએ મોટી ભૂમિકા ભજવી હતી. તેની માત્ર 8મી લિસ્ટ A મેચ રમતા શુભમ અરોરાએ 131 બોલમાં અણનમ 136 રન બનાવ્યા હતા. શુભમ અરોરાએ પોતાની સદીમાં 13 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. અમિત કુમારે પણ 74 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

અંતમાં કેપ્ટન ઋષિ ધવને 23 બોલમાં અણનમ 42 રન બનાવીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. તમિલનાડુ માટે વિકેટકીપર દિનેશ કાર્તિકે 116 અને બાબા ઈન્દ્રજીતે 80 રન બનાવ્યા હતા. શાહરૂખ ખાને પણ 21 બોલમાં 42 રન બનાવ્યા, પરંતુ આ ત્રણ ઈનિંગ્સ તમિલનાડુને જીતવા માટે અપૂરતી સાબિત થઈ.

શુભમ અરોરા તમિલનાડુ પર ભારે પડ્યો

315 રનના લક્ષ્યાંકનો પીછો કરતા હિમાચલ પ્રદેશની શરૂઆત સારી રહી હતી. પ્રશાંત ચોપરાએ શુભમ અરોરા સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી. જોકે, 9મી ઓવરમાં સ્પિનર ​​સાંઈ કિશોરે પ્રશાંત ચોપરાને 21 રને આઉટ કરીને હિમાચલને પહેલો ઝટકો આપ્યો હતો. વોશિંગ્ટન સુંદરે દિગ્વિજય રંગીને શૂન્યમાં આઉટ કરી હિમાચલ પ્રદેશને બીજો ફટકો આપ્યો હતો. નિખિલ ગંગટા પણ 18 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમ અરોરા અને અમિત કુમારે હિમાચલની ઇનિંગને આગળ વધારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 148 રનની ભાગીદારી કરીને તમિલનાડુના જીતના ઈરાદાઓને ચકનાચૂર કરી દીધા હતા.

અમિત કુમારને 74 રન પર આઉટ કરીને તમિલનાડુને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આવું ન થયું, હિમાચલના કેપ્ટન ઋષિ ધવને 23 બોલમાં 42 રન બનાવ્યા અને આ દરમિયાન શુભમ અરોરાએ પોતાની લિસ્ટ A કરિયરની પ્રથમ સદી પણ ફટકારી. જ્યારે મેચ રોમાંચક તબક્કામાં હતી અને હિમાચલ પ્રદેશને 15 બોલમાં 16 રનની જરૂર હતી, ત્યારે ખરાબ પ્રકાશને કારણે રમત બંધ કરવામાં આવી હતી. અંતે, હિમાચલની ટીમને વીજેડીના નિયમ હેઠળ વિજેતા જાહેર કરવામાં આવી હતી.

શું છે VJD નિયમ

કેરળના સિવિલ એન્જિનિયર વી જયદેવને આ નિયમ બનાવ્યો છે. મેચમાં ખરાબ પ્રકાશને કારણે, અમ્પાયરોએ VJD નિયમ  દ્વારા મેચનું પરિણામ આપે છે. તેના સ્કોરની ગણતરી અનેક સ્કેલ પર કરવામાં આવે છે. અનુમાનિત સ્કોર પ્રમાણે ટીમને ટાર્ગેટ આપવો અથવા વિજેતા જાહેર કરાય છે.આ નિયમનો ઉપયોગ માત્ર ODI અને T20 મેચોમાં થાય છે.

આ પણ વાંચો : યુપીમાં હવે દાદા નહી હનુમાનદાદા છે, ભાજપ આ વખતે 300 બેઠકો મેળવશેઃ અમિત શાહ

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">