ઈદની ઉજવણી વચ્ચે સરહદ પર વહેંચાઈ રહ્યો છે પ્રેમ, BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સેનાને આપી મીઠાઈ, તસવીર સામે આવી
બોર્ડર સિક્યોરિટી ફોર્સે (Border Security Force) પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશના સરહદી દળો સાથે મીઠાઈની આપ-લે કરી હતી. BSF એ ઘણી જગ્યાએ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ને મીઠાઈઓ વહેંચી.
સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર (Eid-ul-Fitr) ) ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો પ્રેમથી એકબીજાને મીઠાઈઓ વહેંચીને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન જમ્મુમાંથી ભારતીય સેના અને પાકિસ્તાની સેનાની સૌહાર્દપૂર્ણ તસવીર સામે આવી છે. આ તસવીરમાં ભારતીય સીમા સુરક્ષા દળ (Border Security Force)અને પાકિસ્તાન રેન્જર્સ (Pakistan Rangers)ઈદના અવસર પર જમ્મુમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર મીઠાઈની આપ-લે કરતા જોવા મળે છે.
બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસપીએસ સંધુએ કહ્યું, “બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સે આજે ઈદના અવસર પર જમ્મુ ફ્રન્ટિયર હેઠળની ઈન્ટરનેશનલ બોર્ડર પર અલગ-અલગ ચોકીઓ પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મીઠાઈની આપ-લે કરી હતી.” તેમણે કહ્યું કે, સાંબામાં સરહદી ચોકીઓ કઠુઆ, આરએસ પુરા અને અખનૂર પર મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલે કહ્યું કે BSFએ રેન્જર્સને મીઠાઈ વહેંચી અને બાદમાં રેન્જર્સે BSFને મિઠાઈ આપી.
અહીં ચિત્ર જુઓ
Border Security Force and Pakistan Rangers exchange sweets on the occasion of #EidUlFitr at Joint Check Post at Hussainiwala in Punjab . Senior officials of both sides remained present during the sweet exchange ceremony. pic.twitter.com/PIytzfphRW
— ANI (@ANI) May 3, 2022
સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવવામાં BSF હંમેશા આગળ રહે છે
સંધુએ વધુમાં જણાવ્યું હતું કે, “બીએસએફ સરહદ પર સર્વોચ્ચતા જાળવી રાખીને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવવામાં હંમેશા આગળ રહી છે.” BSF ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની લગભગ 2290 કિમીની રક્ષા કરે છે, જે જમ્મુ, પંજાબ, રાજસ્થાનથી ગુજરાત સુધી જાય છે.”
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ પાકિસ્તાન અને બાંગ્લાદેશના સરહદી દળો સાથે મીઠાઈની આપ-લે કરી હતી. BSFએ ઘણી જગ્યાએ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને મીઠાઈઓ પણ વહેંચી હતી. BSF પાસે બંને પડોશી દેશો સાથેની સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સરહદોની રક્ષા કરવાની જવાબદારી છે. ભારતની પશ્ચિમ બાજુએ, તે પાકિસ્તાન સાથેની 3323 લાંબી આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરે છે, જ્યારે દેશના પૂર્વ ભાગમાં ભારત-બાંગ્લાદેશ સરહદ 4096 કિમી લાંબી છે.
BSFએ બાંગ્લાદેશ આર્મીને મીઠાઈ વહેંચી
On the auspicious occassion of Eid-Ul-Fitr, Seema Praharis under @BSF_SOUTHBENGAL exchanged greetings & sweets with Border Guard Bangladesh (BGB) on Indo_ Bangladesh International Border.#EidMubarak#JaiHind pic.twitter.com/SOOORitTxu
— BSF_SOUTH BENGAL: KOLKATA (@BSF_SOUTHBENGAL) May 3, 2022