New Delhi: ઘરની લોન પણ શરૂ હોય, છતા વેચી શકો છો ઘર? જાણો કેવી રીતે

જે લોકો તેમના બીજા ઘર માટે લોનની ચુકવણી કરી રહ્યા છે અને સાથે ઘણા નાણાકીય બોજોનો સામનો કરી રહ્યા છે .જેથી આ બોજમાંથી છુટકારો મેળવવા માટે તે મિલકત વેચવાનું વિચારી રહ્યા છે.

New Delhi: ઘરની લોન પણ શરૂ હોય, છતા વેચી શકો છો ઘર? જાણો કેવી રીતે
Looking to sell a house with an outstanding loan on it?

New Delhi : કોરોના મહામારીએ (Corona) લોકો માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી છે. ત્યારે પગારમાં કાપ અને નોકરી ગુમાવવાને કારણે ઘણા લોકો નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેને કારણે લોકો તેમના EMI અથવા તો યુટિલિટી બિલ (Utility Bill)પણ ચૂકવી શકતા નથી. કેટલાક લોકોએ જમીન, મિલકત, ઘર વગેરે જેવી સંપત્તિ વેચવાની પણ ફરજ પડી છે.

જે લોકો તેમના બીજા ઘર માટે લોનની ચુકવણી કરી રહ્યા છે અને સાથે ઘણા નાણાકીય બોજોનો સામનો કરી રહ્યા છે .જેથી આ બોજમાંથી છુટકારો મેળવવા માટે તે મિલકત વેચવાનું વિચારી રહ્યા છે. લોકોને મોર્ગેજ પ્રોપર્ટી (Mortgaged property)કેવી રીતે વેચવી તે બાબતે ઘણી શંકાઓથી વેચનાર ઘણીવાર મૂંઝાય છે?.

આપને જણાવવુ રહ્યું કે, હોમ લોન (Home Loan) સાથેના ઘરને તદ્દન અલગ અભિગમની જરૂર છે. લોન ધરાવતી મિલકત વેચતા પહેલા, તમારે વેચાણ કરાર પર ખરીદનાર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવું જોઈએ.જો તમે લોન ધરાવતા ઘરને વેચી રહ્યા છો, તો તમારૂ ઘર ખરીદનાર તમને બાકીની લોન વિશે જાણ કરશે જે હજુ પણ ચૂકવવાની બાકી છે, આમ લોન મેળવવા માટે કોલેટરલ તરીકે સબમિટ કરેલી મિલકતની માલિકી સંબંધિત જરૂરી પુરાવા પૂરા પાડે છે.

જરૂરી દસ્તાવેજો

જ્યારે તમારી હાઉસિંગ લોન શરૂ હોય ત્યારે તમારા મૂળ દસ્તાવેજો છે એ ધિરાણ સંસ્થા પાસે હશે. ત્યારે ખાતરી કરવી જરૂરી છે કે તેમની પાસે મૂળ દસ્તાવેજોની (Document) તમામ સંબંધિત ફોટોકોપી હોવી આવશ્યક છે. આ માત્ર મકાન વેચવા માટે જ ઉપયોગી થશે નહીં પરંતુ ધિરાણકર્તાઓની ખોટા કિસ્સામાં તમારી માલિકી પણ સાબિત કરશે. દસ્તાવેજોની વાત કરવામાં આવે તો કરજ પ્રમાણપત્ર,વેચાણ ખત નકલ,લોન મંજૂર દસ્તાવેજો,મધર ડીડની કોપી, પ્રોપર્ટી ટેક્સની રસીદો અને સોસાયટી NOC જેવા દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

જાણો ઘરની લોન પણ શરૂ હોય, છતા કેવી રીતે વેચી શકો છો ઘર

જ્યારે તમારી હાઉસિંગ લોન શરૂ હોય ત્યારે તમારા મૂળ દસ્તાવેજો છે એ ધિરાણ સંસ્થા પાસે હશે. ત્યારે ખાતરી કરવી જરૂરી છે કે તેમની પાસે મૂળ દસ્તાવેજોની (Document) તમામ સંબંધિત ફોટોકોપી હોવી આવશ્યક છે.

જો ઘર ખરીદનાર પોતાની બચતમાંથી ચૂકવણી કરે

જો ઘર ખરીદનાર પોતાની બચતમાંથી (Savings)ચૂકવણી કરે તો પ્રક્રિયા સરળ રહે છે. જેમાં વેચનાર લોનને બાકી લેટર આપવા માટે બેંકને વિનંતી કરી શકે છે. વેચનારને રકમ ચૂકવવાને બદલે, ડાઉન પેમેન્ટ (Down Payment) સીધા વેચનારના લોન ખાતામાં કરી શકાય છે. આ પ્રક્રિયામાં, લોન ચૂકવવામાં આવે છે અને જવાબદારી પુરી થયા પછી, બેંક મિલકતના દસ્તાવેજો બહાર પાડે છે. ત્યારબાદ, વેચનાર મિલકત ખરીદનારના નામે ટ્રાન્સફર (Transfer)કરી શકે છે. બાકીની રકમ, જો કોઈ હોય તો, ખરીદનાર અને વેચનાર વચ્ચે સમાધાન કરવામાં આવે છે.

જ્યારે ખરીદનાર અને વેચનાર બંને સમાન ધિરાણકાર પસંદ કરે ત્યારે

જો ખરીદનાર પણ વેચનારની ધિરાણ સંસ્થા પાસેથી લોન લેવાનું પસંદ કરે છે, તો તે વેચનાર, ખરીદનાર અને શાહુકાર વચ્ચે ત્રિપક્ષીય વ્યવસ્થા થાય છે. જેમાં વેચાણ અને ચુકવણીની પ્રક્રિયા તમામ પક્ષો માટે સરળ હશે કારણ કે જરૂરી ચેકની સંખ્યા ન્યૂનતમ છે.ખરીદનારની માત્ર તપાસ જરૂરી છે જેથી હોમ લોન માટે તેમની પાત્રતા ચકાસી શકાય. ખરીદનારને મંજૂર કરાયેલી લોનથી લઈને વેચનારની લોન પતાવવા માટે જરૂરી રકમનું ધ્યાન રાખવામાં આવે છે.

 

આ  પણ વાંચો: Share Market: ઓગસ્ટના કારોબારની જબરદસ્ત શરૂઆત, સેન્સેક્સ 300 અને નિફટી 100 અંક ઉછળ્યા, કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

આ પણ વાંચો: Life Insurance લેતી વખતે ટાળો આ 6 ભૂલ, નહીંતર થશે મોટું નુકસાન, જાણો વિગતવાર

Click on your DTH Provider to Add TV9 Gujarati