AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mission 2024: કોલ સેન્ટર દ્વારા સત્તાની હેટ્રિકનો પ્લાન, 20000 કોલર્સ દિવસ-રાત ભાજપનો કરશે પ્રચાર

2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) જીતવા માટે ભાજપે દેશભરમાં કોલ સેન્ટર ખોલવાની યોજના બનાવી છે. આ અંગે ભાજપે પાર્ટી હેડક્વાર્ટરમાં બેઠક બોલાવી છે. બેઠકમાં કોલ સેન્ટરોની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે. આ કોલ સેન્ટરોમાં લગભગ 20 હજાર કોલર્સ 24 કલાક ભાજપની તરફેણમાં પ્રચાર કરશે.

Mission 2024: કોલ સેન્ટર દ્વારા સત્તાની હેટ્રિકનો પ્લાન, 20000 કોલર્સ દિવસ-રાત ભાજપનો કરશે પ્રચાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 11:19 AM
Share

ભારતીય જનતા પાર્ટીએ કોલ સેન્ટર દ્વારા 2024ની ચૂંટણીની લડાઈ જીતવાની યોજના બનાવી છે. આ માટે ભાજપ દેશભરમાં મોટી સંખ્યામાં કોલ સેન્ટર ખોલશે. તેના દ્વારા મોદી સરકાર અને ભાજપ માટે રાજકીય મેદાન તૈયાર કરવા માટે 20 હજાર યુવાનોની ટીમ દિવસ-રાત કામ કરશે. કોલ સેન્ટર ખોલવા અંગે, ભાજપે (BJP) પાર્ટી હેડક્વાર્ટર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં કોલ સેન્ટર દ્વારા ચૂંટણી પ્રચાર મોડલની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : One Nation One Election પર કેન્દ્ર સરકારનું મોટું પગલુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના

ભાજપ ખોલશે 225 કોલ સેન્ટર

ભાજપના સુત્રોનું કહેવું છે કે, પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણી માટે 225થી વધુ કોલ સેન્ટર ખોલવાની તૈયારી કરી છે. કોલ સેન્ટરને લઈ શુક્રવારે આયોજીત થનારી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ દેશના ખુણે ખુણેથી આવનાર પાર્ટીના કોલ સેન્ટરના સંયોજકોને માર્ગદર્શન આપશે. આ બેઠકની શરૂઆત અમિત શાહના સંબોધનથી થશે. આ પછી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ દેશભરના કોલ સેન્ટર સંયોજકોની બેઠકમાં લોકસભા ચૂંટણીના પ્રચારની રૂપરેખા તૈયાર કરશે. આ બેઠકને સત્તાવાર રીતે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓની શરૂઆત માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : LPG Gas Cylinder Price : ફેસ્ટિવલ સિઝનમાં Commercial Gas Cylinder પર મોટી રાહત અપાઈ, કિંમતમાં કેટલો ઘટાડો કરાયો?

20 હજાર કોલર 24 કલાક કામ કરશે

આ વખતે ભાજપે 2019ની ચૂંટણી કરતાં વધુ કોલ સેન્ટર ખોલવાની યોજના બનાવી છે. સૂત્રોનું માનીએ તો ભાજપ આ વખતે પોતાના કોલ સેન્ટરની સંખ્યા વધારીને 225થી વધુ કરવા જઈ રહી છે. આ કોલ સેન્ટર્સમાં લગભગ 18થી 20 હજાર કોલર્સ 24 કલાક કામ કરશે. જાર્વિસ ભાજપના આ તમામ કોલ સેન્ટરો માટે સોફ્ટવેર અને ટેક્નિકલ સપોર્ટ પૂરી પાડતી કંપની હશે. સામાન્ય રીતે ભાજપનું કોલ સેન્ટર આ કંપની દ્વારા જ ચલાવવામાં આવે છે.

કોલ સેન્ટરની સંખ્યાની સાથે કોલર્સની સંખ્યામાં પણ વધારો

આ જ કંપનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ માટે કામ કર્યું હતું. ગત વખતે ભાજપે દેશભરમાં 190 કોલ સેન્ટર ખોલ્યા હતા અને લગભગ 13000 કોલર્સ દિવસ-રાત કામ કરી રહ્યા હતા. દરેક કોલ સેન્ટર પર સરેરાશ 70 થી 80 કોલર્સ કામ કરતા હતા, પરંતુ આ વખતે કોલ સેન્ટરની સંખ્યાની સાથે કોલર્સની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમાંથી 225 જગ્યાએ કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે અને દરેક કોલ સેન્ટરમાં 20-22 લોકોને તૈનાત કરવામાં આવી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">