AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપે 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, સંબિત પાત્રા પુરીથી લોકસભા ચૂંટણી લડશે

ભાજપે મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે તેમનું બીજુ લિસ્ટ જાહેર કર્યુ છે. તેમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડીશાની સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ઓડિશાની પુરી સીટ પર પહેલા વડપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ પણ ભાજપે પૂરી કરી દીધી કારણ કે ત્યાંથી પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી છે. લિસ્ટમાં કુલ […]

ભાજપે 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, સંબિત પાત્રા પુરીથી લોકસભા ચૂંટણી લડશે
| Updated on: Mar 23, 2019 | 4:33 AM
Share

ભાજપે મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે તેમનું બીજુ લિસ્ટ જાહેર કર્યુ છે. તેમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડીશાની સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ઓડિશાની પુરી સીટ પર પહેલા વડપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ પણ ભાજપે પૂરી કરી દીધી કારણ કે ત્યાંથી પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી છે. લિસ્ટમાં કુલ 36 ઉમેદવારના નામ છે. તેમાંથી 23 ઉમેદવાર આંધ્રપ્રદેશના છે. ત્યાં પહેલા તબક્કામાં 11 એપ્રિલે મતદાન થશે.

મહારાષ્ટ્રના 6 ઉમેદવાર અને ઓડિશાના 5 ઉમેદવારના નામ છે. તે સિવાય અસમ અને મેઘાલય માટે પણ 1-1 નામ છે. ભાજપને વિશ્વાસ છે કે આ વખતે ઓડિશાનું પરિણામ દિલ્હીની સતા માટે રસ્તો સરળ કરી શકે છે. તે માટે સૌથી મહત્વપુર્ણ સીટ પર ભાજપે સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યા છે. સંબિત પાત્રા 2002માં ઓડિશાની ઉત્કલ યુનિવર્સિટીમાંથી સર્જરીમાં માસ્ટર્સ કરી ચૂકયા છે.

લોકસભા ચૂંટણી સિવાય ભાજપે 3 રાજયની વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 51 ઉમેદવાર, ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવાર અને મેઘાલયના સેલસેલા વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી માટે 1 ઉમેદવારની યાદી જાહેર કરી છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે 2 દિવસ પહેલા જ 184 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ હતુ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">