Lockdown in UP : સમગ્ર ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન, માસ્ક ન પહેરવાનો દંડ પણ વધારાયો

Lockdown in UP : રવિવારે ઉત્તરપ્રદેશના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે.

Lockdown in UP : સમગ્ર ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન, માસ્ક ન પહેરવાનો દંડ પણ વધારાયો
FILE PHOTO : CM YOGI ADITYANATH
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 5:05 PM

Lockdown in UP : ઉત્તરપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અહી દરરોજ નવા કેસો, મૃત્યુઆંક અને એક્ટીવ કેસો નવી સપાટીએ પહોચી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાની વકરતી જતી સ્થિતિને કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સમગ્ર ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના અધિકારીઓ સાથે થયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CMની રાજ્યના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોવિડ મેનેજમેન્ટ અંગે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા કેલેક્ટર્સ, CMO અને ટીમ-11 ના સભ્યો સાથેની સમીક્ષા બેઠકમાં જરૂરી માર્ગદર્શિકા આપી હતી. તેમણે નિર્દેશ આપ્યો કે લખનૌમાં નવી 1000 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે. સંરક્ષણ એક્સ્પોનું સ્થળ આ માટે વધુ સારું સ્થાન હોઈ શકે છે. આ અંગે જરૂરી પગલા તાકીદે લેવા મુખ્યપ્રધાને નિર્દેશ કર્યા હતા. સરકારી અને ખાનગી પ્રયોગશાળાઓએ COVID પરીક્ષણ માટેની સંપૂર્ણ સંભાવના સાથે કાર્ય કરવું જોઈએ. આ કાર્યમાં કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી. સરકારી કક્ષાએ પણ કોવિડ ટેસ્ટ માટે દરો નક્કી કરવામાં આવ્યા છે. આ સમીક્ષા બેઠકમાં રવિવારે લોકડાઉન (Lockdown in UP) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન ઉત્તરપ્રદેશમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં રવિવારે લોકડાઉન (Lockdown in UP)લાગુ કરવામાં આવશે.અને માસ્ક નહીં પહેરનારા પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે રવિવારે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. જરૂરી સેવાઓ સિવાય તમામ સેવાઓ, કચેરીઓ બંધ રહેશે. તેમણે માહિતી આપી હતી કે આ દિવસે તમામ જિલ્લાના બજારોમાં સ્વચ્છતા અભિયાન મોટા પાયે ચાલશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

માસ્ક ન લગાવવા બદલ રૂ.1000નો દંડ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્યમાં દરેક માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક વિના પકડાય તો પહેલા 1000 નો દંડ ફટકારવો. જો બીજી વાર માસ્ક વિના પકડાય તો દસ ગણો વધુ દંડ વસુલ કરવામાં આવશે. જોઈએ. તેમણે કહ્યું કે કાનપુર, પ્રયાગરાજ, વારાણસી જેવા વધારે સંક્રમણ વાળા તમામ 10 જિલ્લામાં વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે.

ઉત્તરપ્રદેશમાં 27426 નવા કેસ, 103ના મૃત્યુ ઉત્તરપ્રદેશમાં 16 એપ્રિલને શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27426 નવા કેસ નોંધાયા, જયારે આ સમયગાળામાં કોરોનાને કારણે 103 લોકોના મૃત્યુ થયા. લખનૌમાં 6598 નવા કેસ છે. રાજ્યમાં એપ્રિલ મહિનામાં દરરોજ આશરે 44 લોકોનું કોરોના સંક્રમણથી કરૂણ મૃત્યુ થઇ રહ્યા છે, આમાંથી સૌથી વધુ લખનૌમાં 13 લોકોના મૃત્યુ થાય છે.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">